જામનગરમાં સ્કૂટરમાં દારૂની બોટલ ભરીને ઉભેલો બુટલેગર પકડાયો

રૂા.72 હજારનો મુદ્દામાલ કબજે લેતી પોલીસ જામનગરના સીટી-સી ડિવિઝન વિસ્તારમાં સર્વેલન્સ સ્ક્વોડે દારૂૂની હેરફેર કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. અને તેની પાસેથી ઇંગ્લિશ દારૂૂ…

રૂા.72 હજારનો મુદ્દામાલ કબજે લેતી પોલીસ

જામનગરના સીટી-સી ડિવિઝન વિસ્તારમાં સર્વેલન્સ સ્ક્વોડે દારૂૂની હેરફેર કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. અને તેની પાસેથી ઇંગ્લિશ દારૂૂ અને બે સ્કૂટર સહિતની સામગ્રી કબજે કરી લીધી છે.

પોલીસે સિદ્ધાર્થ કોલોની વિસ્તારમાં દરોડો પાડી દિવ્યેશ મનસુખભાઈ ચૌહાણના કબજામાંથી બે એક્સેસ સ્કૂટરની ડેકીમાં રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂૂ તથા બંને વાહનો સહિત કુલ રૂૂ. 72,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, અને આરોપી સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે.

જામનગરના ભીમવાસમાં સિક્કો ઉછાળી હારજીતનો જુગાર રમતાં બે ઝડપાયા
જામનગરના સીટી-બી ડિવિઝન વિસ્તારમાં ભીમવાસના ઢાળીયા પાસે જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ભીમ વાસ શેરી નંબર એકમાં રહેતા મયુર દેવશીભાઈ વાઘેલા, તેમજ નરેન્દ્ર મનજીભાઈ વાઘેલા, કે જે બંને આરોપીઓ એક રૂૂપિયાનો સિક્કો ઉછાળી કાટ-છાપ બોલી હારજીતનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી રૂૂ. 251ની રોકડ રકમ કબજે કરી હતી. બંને આરોપીઓને નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *