જામજોધપુરની સગીરાનુ અપહરણ કરી દૂષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની કેદ

જામજોધપુર પંથકમા સવા વર્ષ પહેલા એક સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના અને બદકામ કરવાના ઇરાદે અપરણ કરીને જામનગર લઈ ગયા બાદ તેણી સાથે મરજી વિરુદ્ધ…

જામજોધપુર પંથકમા સવા વર્ષ પહેલા એક સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના અને બદકામ કરવાના ઇરાદે અપરણ કરીને જામનગર લઈ ગયા બાદ તેણી સાથે મરજી વિરુદ્ધ વારંવાર શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો. આ અંગે નોંધાયેલ ફરિયાદના આધારે અદાલત માં કેસ ચાલી જતા ન્યાયાધીશે આરોપીને 20 વર્ષની જેલ સજા નો હુકમ કર્યો છે.

જામજોધપુર પંથક માંથી 13 વર્ષની સગીરાને આરોપી મયુર ઉર્ફે અજીત અજયભાઈ સોલંકી (20) તા.27/1/2024ના લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ને જામનગર લઈ ગયો હતો.જ્યાં તેણીની મરજી વિરુદ્ધ અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો.

આ બનાવ અંગે પોલીસ માં.ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો હતો. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા 11 સાહેદો અને 48 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. તમામ દલીલો સાંભળ્યા પછી સ્પે.જજ આર પી મોગરા એ આરોપી સામેનો કેસ સાબિત માની આરોપી મયુર સોલંકીને 20 વર્ષની સજા અને 35 હજાર નો દંડ તેમજ ભોગ બનનાર સગીરાને સરકારમાંથી રૂૂ.4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.

જામનગરમાં વકીલ ઉપર હુમલો કરવાના કેસમાં બે આરોપીને સાત સાત વર્ષની સજા

જામનગરના એક વકીલ ઉપર ચારેક વર્ષ પહેલા બે શખ્સો એ છરી થી હુમલો કરી આ યુવાનની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં અદાલતે બંને આરોપીને સાત-સાત વર્ષની સજાનો હુકમ કર્યો છે. જામનગરમાં વકીલાતની પ્રેક્ટિસ કરતા કલ્પેશ ફલીયા નામના યુવાન પર વર્ષ 2022માં નવરાત્રિના સમય દરમિયાન કોઈ બાબતે માથાકૂટ થયા પછી પ્રકાશ કિશોરભાઈ મોખરા ઉર્ફે લાલા તથા ઈરફાન ઈકબાલ ઘોયલ નામના બે શખ્સે છરી થી હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી.

ગંભીર રીતે ઘવાયેલા કલ્પેશ ફલીયા ને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે જે તે સમયે પોલીસે જાનથી મારી નાખવાની કોશિષનો ગુન્હો નોંધ્યો હતો. બંને શખ્સ સામે અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. આ અંગેનો કેસ ચાલી જતાં અદાલતે મૂળ ફરિયાદીના વકીલ નિતલ એમ. ધ્રુવ તથા સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી પ્રકાશ ઉર્ફે લાલા કિશોરભાઈ મોખરા તથા ઈરફાન ઈકબાલભાઈ ઘોયલને તકસીરવાન ઠરાવી સાત-સાત વર્ષની કેદની સજા ફટકારી છે અને રૂૂ. રપ-રપ હજારનો દંડ ભરવા તેમજ આ રકમ ફરિયાદી કલ્પેશભાઈને ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.

જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા

જામનગરમાં રહેતા હિરેન પ્રદીપભાઈ નંદા પાસેથી તેમના જ ઓળખીતા એવા ભરત અરવિંદભાઈ નંદા એ રૂૂ.1 લાખ 80 હજાર ની રકમ મેળવી હતી. જે પરત ચૂકવવા માટે ભરત નંદા એ ચેક આપ્યો હતો. જે ચેક બાઉન્સ થતા હિરેન નંદા એ જામનગરની કોર્ટમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ હેઠળની ફરીયાદ દાખલ કરી હતી.

આ કેસ જામનગરની કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં રજુ થયેલ પુરાવાઓ ધ્યાને લઈ એડી.ચીફ. જયુડી.મેજી. આર બી દવે એ આરોપી વિરૂૂધ્ધનો કેસ સાબીત માની ભરત નંદાને એક વર્ષની સજા ત્થા ચેકની રકમનો દંડ તેમજ દંડની રકમ ચૂકવવામાં ન આવે તો વધુ ત્રણ માસ સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ ભગીરથસિંહ ઝાલા અને કલ્પેન રાજાણી રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *