RMCના પાર્કિંગ પાસેથી રૂા.4.79 લાખની દારૂ ભરેલી કાર સાથે બુટલેગરની ધરપકડ

શહેરના ઢેબર રોડ ઉપર રાજકોટ મહાનગરપાલિકાના ગેઇટના પાર્કિંગ પાસેથી પીસીબીની ટીમે રૂૂ.4.79 લાખનો દારૂૂ ભરેલી કાર સાથે કુખ્યાત બુટલેગરની ધરપકડ કરી રૂૂ.14.79 લાખનો મુદ્દામાલ કબજે…

શહેરના ઢેબર રોડ ઉપર રાજકોટ મહાનગરપાલિકાના ગેઇટના પાર્કિંગ પાસેથી પીસીબીની ટીમે રૂૂ.4.79 લાખનો દારૂૂ ભરેલી કાર સાથે કુખ્યાત બુટલેગરની ધરપકડ કરી રૂૂ.14.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દારૂૂની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા આપવામાં આવેલી કડક સૂચનાના પગલે પીસીબીની ટીમે મોટી સફળતા મેળવી છે. પી.સી.બી.ના પી.આઈ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી.

તે દરમિયાન ઉમેશભાઇ ચાવડા, દીલીપભાઇ બોરીચા અને વિશાલભાઇ દવેને સંયુક્ત રીતે મળેલી બાતમીને આધારે ઢેબર રોડ પર નાગરીક બેંકથી બસ સ્ટેન્ડ જવાના રસ્તે આવેલ મહાનગરપાલિકાના ગેઇટના પાર્કિંગ પાસે દરોડો પાડીને કાર નંબર જીજે-03-એન.બી-6992 ની તલાશી લેતા તેમાંથી રૂૂ.4.48 લાખની 2 લીટર સહીતની 190 બોટલ વિદેશી દારૂૂની બોટલો મળી આવી હતી. પીસીબીની ટીમે સ્થળ પરથી રેલનગર, કર્ણાવતી શાળા પાસે, પ્રમુખસ્વામીનગર મેઇન રોડ ઉપર રહેતા બુટલેગર હાર્દિક ઉર્ફે શંભુ મુકેશભાઇ ચૌહાણને ઝડપી લીધો હતો. પીસીબીએ કુલ 190 બોટલ દારૂૂ અને કાર મળી કુલ રૂૂ. 14,79,336 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલ આરોપી હાર્દિક ઉર્ફે શંભુ ચૌહાણ નામચીન બુટલેગર હોવાનું સામે આવ્યું છે. તેની સામે ગુજરાતમાં પ્રોહીબિશનના 8 ગુના નોંધાયેલા છે.

પી.સી.બી. પી.આઈ એમ.આર. ગોંડલીયા, પી.એસ.આઈ. પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા સાથે એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઇ સોનારા, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયકુમાર રૂૂપાપરા, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, હિરેન્દ્રસિંહ પરમાર, હરપાલસિંહ જાડેજા સહીતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *