ખેતરમાં જ ટ્રેક્ટર નજીકથી લોહીથી ખરડાયેલા કપડા, બુટ-ચપ્પલ અને અવશેષો મળી આવ્યા
જુનાસાવર ગામના વતની દિલીપભાઈ વાઘજીભાઈ દેસાઈ નામના ખેડૂત ગત આઠ દિવસથી પોતાના ઘરેથી વાડીએ જવાનું કહીને નીકળ્યા હતા, ત્યારબાદ તેઓ ગુમ થયા હતા. પરિવારજનો અને સ્નેહીઓ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી, પરંતુ આજે તેમના જ ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં વસ્તુઓ મળી આવતા મામલો બિચક્યો હતો.
સીમમાં દિલીપભાઈનું ટ્રેક્ટર બિનવારસી હાલતમાં ઊભું હતું અને તેની આસપાસથી લોહીથી ખરડાયેલા કપડાં, બૂટ-ચપ્પલ, કોદાળી તેમજ શરીરના કેટલાક હાડકાના અવશેષો મળી આવ્યા હતા. આ ભયાનક દ્રશ્ય જોતા જ ગ્રામજનોએ તુરંત પોલીસ અને વનવિભાગને જાણ કરી હતી.સરપંચે વ્યક્ત કરી વન્યપ્રાણીના હુમલાની આશંકા આ ચકચારી ઘટના અંગે જુનાસાવર ગામના સરપંચ કલ્પેશભાઈ કાનાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, “અમારી વાડી વિસ્તારમાંથી દિલીપભાઈ વાઘજીભાઈ દેસાઈ લાપતા બન્યા હતા, જે અંગે અગાઉ કોઈને જાણ નહોતી. આજે તેમની વાડીમાંથી તેમનું ટ્રેક્ટર, બૂટ-ચપ્પલ, કોદાળી અને લોહીવાળા કપડાં મળી આવ્યા છે.
આ સિવાય અન્ય કોઈ આખો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. આ તમામ પરિસ્થિતિ જોતા વન્યપ્રાણીએ જ તેમના પર હુમલો કર્યો હોય તેવી પૂરેપૂરી આશંકા છે. વનવિભાગ દ્વારા આધુનિક સ્કેનિંગ અને સગડ શોધવાની કામગીરી શરૂૂ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ધારી ગીર પૂર્વ ડિવિઝનના ઉઈઋ વિકાસ યાદવના સીધા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા રેન્જના આર.એફ.ઓ. (છઋઘ) અને ફોરેસ્ટરોની વિવિધ ટીમો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વનવિભાગ દ્વારા આસપાસના સીમ વિસ્તારમાં કોઈ હિંસક વન્યપ્રાણીના લોકેશન છે કે કેમ, તેમજ તેના પગના નિશાનો (સગડ) મેળવવા માટે સઘન તપાસ શરૂૂ કરવામાં આવી છે.
જો કે, હજી સુધી કોઈ સંપૂર્ણ મૃતદેહ હાથ લાગ્યો નથી, પરંતુ મળી આવેલા હાડકાના આધારે વનવિભાગ પણ વન્યપ્રાણીના હુમલાની શક્યતાને નકારી રહ્યું નથી.ઉઈઋ વિકાસ યાદવ સમગ્ર મામલે ધારી ગીર પૂર્વ ડિવિઝનના ઉઈઋ વિકાસ યાદવનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, “સાવરકુંડલા વનવિભાગની ટીમ અને પોલીસ વિભાગ સંયુક્ત રીતે સ્થળ પર કામ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં હુમલા પાછળ હિંસક વન્યપ્રાણી પણ હોઈ શકે છે, અથવા જંગલી કૂતરાઓ પણ હોઈ શકે, અથવા તો કોઈ અન્ય અકળ કારણ પણ હોઈ શકે છે. હાલમાં તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ ચાલી રહી હોવાથી ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ કહી શકાશે.”
