દ્વારકા નજીકના દરિયા કાંઠેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપડ્યો

દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર બરડીયા ગામની હદમાં ચંદ્રભાગા દરિયાના કિનારે એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. જેને…

દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર બરડીયા ગામની હદમાં ચંદ્રભાગા દરિયાના કિનારે એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને પોલીસ સ્ટાફ આ સ્થળે દોડી ગયો હતો. અહીં આશરે 45 વર્ષનો અજાણ્યો યુવાન કોઈપણ રીતે અગમ્ય કારણોસર દરિયાના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હોવા અંગેની નોંધ એસઆરડીના જવાન જાલુભાઈ લખુભાઈ વાઘેલાએ કરાવતા પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ તેમજ તેના વાલી વારસની શોધખોળ માટેની કાર્યવાહી કરી હતી.

ભાણવડમાં મહિલા પર હુમલો: કૌટુંબિક શખ્સ સામે ગુનો
ભાણવડ તાલુકાના ગડુ ગામે રહેતા મુરીબેન ભીમાભાઈ દેવાભાઈ ગોહેલ નામના 50 વર્ષના સગર મહિલાના ઘરનો ડેલો ખોલીને નીકળતા આરોપી જીણાભાઈ દેવાભાઈ ગોહેલને મુરીબેને ડેલો બંધ કરવાનું કહેતા જીણાભાઈએ ઉશ્કેરાઈને તેમને બીભત્સ ગાળો કાઢી, ઊંધા કુહાડાનો ઘા ઝીંકી દેતા તેમને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થવા પામી હતી.
આ બનાવ અંગે ભાણવડ પોલીસે જીણાભાઈ ગોહેલ સામે ગુનો નોંધ્યો છે.

દ્વારકામાં નોટ નંબર ઉપર જુગાર રમતા બે ઝડપાયા
દ્વારકાના રબારી ગેઈટ પાસેથી પોલીસે કનુભા નાથાભા માણેક અને મીરાજ નાનુભાઈ નાઘોરીને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.
ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા સવાભા સાચાલભા ભઠડ નામના 28 વર્ષના શખ્સને પોલીસે પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લઈ, તેની સામે બી.એન.એસ. હેઠળ ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *