જેતપુર નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકની રવિવારે ચૂંટણી

  રાજકોટ જિલ્લામાં જેતપુર-નવાગઢ નગરપાલિકાની ચૂંટણી માટે આગામી 16મીએ મતદાન થનાર છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવા મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો…

 

રાજકોટ જિલ્લામાં જેતપુર-નવાગઢ નગરપાલિકાની ચૂંટણી માટે આગામી 16મીએ મતદાન થનાર છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવા મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં 11 વોર્ડમાં કુલ 1,04,559 મતદારો નોંધાયા છે.

રાજકોટ જિલ્લામાં નગરપાલિકાઓની ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં યોજવા જિલ્લા નોડલ અધિકારી નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે. ગૌતમના માર્ગદર્શનમાં કામગીરી ચાલી રહી છે. જેતપુર-નવાગઢ પાલિકામાં હાલ રિટર્નિંગ ઓફિસરો શ્રી રાહુલ ગમારા (વોર્ડ 1થી 6) તથા શ્રી જય ગોસ્વામી (વોર્ડ 7થી 11) માર્ગદર્શનમાં ચૂંટણીમાં મતદાન માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જેતપુર નવાગઢ પાલિકાના 11 વોર્ડની 44 બેઠકોમાં 15 બેઠકો સામાન્ય છે. જ્યારે 06 બેઠકો પછાત વર્ગ સ્ત્રી, 01 બેઠક અનુ. જાતિ સ્ત્રી, 15 બેઠકો સામાન્ય સ્ત્રી, 06 બેઠકો પછાત વર્ગ તેમજ 01 બેઠક અનુ. જાતિ વર્ગ અનામત છે.

આ પાલિકાના 11 વોર્ડ વિસ્તારમાં કુલ 1,04,559 મતદારો નોંધાયા છે. જેમાં વોર્ડ-1માં 9287, વોર્ડ-2માં 9828, વોર્ડ-3માં 9646, વોર્ડ-4માં 10275, વોર્ડ-5માં 8748, વોર્ડ-6માં 9196, વોર્ડ-7માં 7323, વોર્ડ-8માં 9148, વોર્ડ-9માં 10395, વોર્ડ-10માં 9405, વોર્ડ-11માં 11308 મતદારો નોંધાયા છે. આ ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવા મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહત્ત્વનું છે કે, ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે 40 વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પાલિકા વિસ્તારમાં કુલ 11 વોર્ડમાં 118 મતદાન મથકો છે. જેમાંથી 97 સંવેદનશીલ મતદાન મથકો છે. આ ચૂંટણીમાં કુલ 11 વોર્ડમાં 140 ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણીમાં કુલ 686 ચૂંટણી સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે. આ ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનું પાલન કરતા 70 જેટલા પોસ્ટર, બેનર, ધ્વજ દૂર કરવામાં આવ્યા છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *