જામનગર નજીકના દરિયામાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો

જામનગર નજીકના દરિયામાંથી ગઈકાલે એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. જેનો પોલીસે કબજો સંભાળી લઈ તેની ઓળખ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ…

જામનગર નજીકના દરિયામાંથી ગઈકાલે એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. જેનો પોલીસે કબજો સંભાળી લઈ તેની ઓળખ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ના બેડીના દરિયામાં ડીસીસી જેટી થી આશરે ચાર નોટિકલ માઈલ દરિયામાં આશરે 45 વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.

જે અંગે સિક્કામાં રહેતા અને દરિયામાં માછીમારી કરતા સુલેમાન અબ્બાસભાઈ ગંઢાર નામના માછીમાર યુવાને પોલીસને જાણ કરતાં બેડી મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ વી. બી. ચૌધરી અને તેઓની ટીમે મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને દરિયામાંથી બહાર લઈ આવી, જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં તેનું પોસ્ટ મોર્ટમ કરાવાયું છે, જ્યારે મૃતદેહની ઓળખ કરવા માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના કોલ્ડરૂૂમમાં રાખવામાં આવ્યો છે.

સર્પ ડંશથી મોત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ડેરા છીકારી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રાજેન્દ્રસિંહ હરિસિંહ જાડેજા નામના 50 વર્ષના ખેડૂત, કે જેઓ ગઈકાલે પોતાની વાડીમાં મગફળીના ઉભા પાકમાં નીંદવાનું કામ કરી રહ્યા હતા, જે દરમિયાન અચાનક તેઓને કોઈ ઝેરી જાનવર અથવા સર્પ ડાબા પગના પંજામાં કરડી જતાં વિપરીત અસર થઈ હતી, અને બેશુદ્ધ બન્યા હતા.

તેઓને સારવાર માટે લાલપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પુત્ર કૃષ્ણપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં મેઘપર ના એએસઆઇ વી.સી. જાડેજા બનાવના સ્થળે તેમજ સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને ખેડૂતના મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *