કાલાવડ-રાજકોટ હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત

જામનગર જિલ્લાના કાલાવડ-રાજકોટ ધોરી માર્ગ પર ગઈકાલે એક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં રિક્ષામાં બેઠેલી ત્રણ બહેનપણીઓ પૈકીની એક તરુણી ઇજાગ્રસ્ત…

જામનગર જિલ્લાના કાલાવડ-રાજકોટ ધોરી માર્ગ પર ગઈકાલે એક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં રિક્ષામાં બેઠેલી ત્રણ બહેનપણીઓ પૈકીની એક તરુણી ઇજાગ્રસ્ત બની હતી, અને તેણીના બંને પગ ભાંગી ગયા છે. જે મામલે ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે કાલાવડ-રાજકોટ ધોરી માર્ગ પર ગઈકાલે જીજે -3 વાય 8829 નંબરના ટ્રકના ચાલકે આગળ જઈ રહેલી જી.જે.10 ટી.ઝેડ. 1076 નંબરની ઓટો રીક્ષા ને પાછળથી ઠોકર મારી દીધી હતી. જેથી રીક્ષા પલટી મારી ગઈ હતી.

જે અકસ્માતમાં રીક્ષા ની અંદર બેઠેલી ત્રણ બહેનપણીઓ પૈકીની નબીલાબાનું રફીકશા શાહમદાર (ઉ.વ. 17) કે જેને ગંભીર સ્વરૂૂપે ઈજા થઈ હતી, અને તેણીના બંને પગ ભાંગી ગયા છે. અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રરસ્ત તરુણિ ના પિતા રફીકશા શાહમદારે ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

જામનગર ના એમ પી શાહ ઉધ્યોગ નગર વિસ્તાર માં રહેતા એક યુવાને આજે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જામનગર શહેર ના એમ પી શાહ ઉધ્યોગ નગર ના આવાસ માં રહેતા વેલજીભાઈ રાજેશભાઈ છીપરીયા (30) નામના યુવાને આજે સવારે પોતા ઘરમાં ગળાફાંસો ખાઇ લીધો હતો.તુરંત તેને સારવાર માટે હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો હતો .જ્યાં ફરજ પર ના તબીબો એ તેનું મૃત્યુ નીપજયું હોવા નું જાહેર કર્યું હતું. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *