બીજી વનડે પહેલા ન્યુઝીલેન્ડને ઝટકો, સ્ટાર બેટ્સમેન ડેવોન કોનવે બહાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે બીજી વનડે મેચ…

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે બીજી વનડે મેચ 7 નવેમ્બરે વેલિંગ્ટનમાં રમાશે. જોકે, આ મહત્ત્વપૂર્ણ મુકાબલા પહેલાં ન્યૂઝીલેન્ડની ટીમને મોટો ફટકો પડ્યો છે. ટીમનો સ્ટાર બેટ્સમેન ઈજાના કારણે આખી વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

ન્યૂઝીલેન્ડના અનુભવી બેટ્સમેન ડેવોન કોનવે ભારત સામેની બાકીની વનડે સિરીઝમાં રમી શકશે નહીં. કોનવે પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. શરૂૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે તે માત્ર પ્રથમ વનડે મેચમાં જ નહીં રમે અને બીજી મેચથી ટીમમાં વાપસી કરશે.જોકે, હવે તેની ઈજા સંપૂર્ણપણે ઠીક થઈ નથી. આ કારણે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે તેને આખી સિરીઝમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો છે. કોનવેની ગેરહાજરી ન્યૂઝીલેન્ડની બેટિંગ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.

ડેવોન કોનવેના સ્થાને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે નિક કેલીને ટીમમાં સામેલ કર્યો છે. અગાઉ કેલીને સિરીઝની છેલ્લી 2 મેચ માટે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ કોનવેની ઈજાને કારણે હવે તે બીજી વનડેથી જ ટીમ સાથે જોડાશે.નિક કેલી હાલમાં ન્યૂઝીલેન્ડ અ ટીમનો ભાગ હતો. આ ટીમ ભારત અ સામે 3 બિનસત્તાવાર ટેસ્ટ મેચની સિરીઝ રમી રહી છે. જોકે, હવે કેલીને મુખ્ય ટીમમાં જોડાવા માટે ન્યૂઝીલેન્ડ અ ટીમમાંથી મુક્ત કરવામાં આવશે. કોનવેની ગેરહાજરીમાં કેલીને પ્લેઇંગ ઈલેવનમાં તક મળે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *