ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કાલાવડમાં યોજાશે શનિવારે મહારક્તદાન કેમ્પ. મહારક્તદાન કેમ્પ અનુસંધાને યોજાઇ બેઠક યોજાઇ હતી.
સહકારી ક્ષેત્રના આગેવાન અને પૂર્વ સાંસદ ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે શ્રી સરદાર પટેલ યુવા સંગઠન કાલાવડ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન તારીખ:-26/07/2025 ને શનિવારે કરવામાં આવ્યું છે. આ મહારક્તદાન કેમ્પમાં કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો જોડાઈ તેમજ આ રક્તદાન કેમ્પ સફળ બની રહે તેના આયોજન માટે બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં તાલુકાભરમાંથી અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને આ મહારક્તદાન કેમ્પમાં વધુમાં વધુ લોકો જોડાઇ તેવી સરદાર યુવા સંગઠન ગ્રુપ કાલાવડ દ્વારા અપીલ કરવામાં આવી હતી.
