સુત્રાપાડા જિલ્લા પંચાયતની 4 માંથી 3 અને તાલુકા પંચાયતની 18 માંથી 13 બેઠકો પર ભાજપનો દબદબો
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા વિસ્તારમાં યોજાયેલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતાં વિજયનો ઝંડો લહેરાવ્યો છે. જિલ્લામાં રાજકીય માહોલ ગરમ રહ્યો હતો અને તમામ પક્ષોએ જોરદાર પ્રચાર કર્યો હતો, પરંતુ અંતે ભાજપને બહુમતી મળી છે. મળતી સુત્રાપાડા જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકોમાંથી ભાજપે 3 બેઠકો પર ભવ્ય જીત મેળવી છે, જ્યારે તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી 13 બેઠકો પર ભાજપે કબજો જમાવ્યો છે.
આ વિજય પાછળ ધારાસભ્ય ભગવાન બારડ અને સાંસદ રાજેશ ચુડાસમા તેમજ માજી ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારએ વિસ્તારમાં યોજેલી સભાઓ અને પ્રચારનો મોટો ફાળો માનવામાં આવી રહ્યો છે. બંને નેતાઓએ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને મતદારોને સરકારની વિવિધ યોજનાઓ અને સરકારએ ખેડૂતો માટે કરેલા કામોની માહિતી છેવાડાના લોકો સુધી પહોંચાડી હતી જેમાં મંત્રી પરસોતમ સોલંકીના પુત્ર દિવ્ય સોલંકીનો પણ મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. આ ઉપરાંત ભાજપ પાર્ટીના તમામ નેતાઓ, પદાધિકારીઓ, પાયાના કાર્યકરો, તેમજ હિતેચ્છુઓ એ કરેલી મહેનતને પરિણામે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે.
