‘આપ’ના ઇસુદાન ગઢવીના મતવિસ્તારમાં મંત્રી મુળુભાઇ બેરાની પાર્ટીના સુપડા સાફ
દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાની બેઠકમાં 13 બેઠક પર આપ અને 15 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોની જીત થઈ છે. આ સિવાય ભાજપ ખાતું પણ ખોલી નથી શક્યું. મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં ભાજપ સૂપડા સાફ થઈ ગયા છે. અહીં ભાજપે 12 ઉમેદવાર ઉભા રાખ્યા હતા. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક હશે જ્યાં ભાજપનું ખાતું પણ નહીં ખૂલે.
આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીનો મતવિસ્તાર ગણાતા સલાયામાં ભાજપ ખાતું ખોલાવવામાં અસમર્થ રહ્યો છે. સલાયા નગરપાલિકામાં ભાજપનું ખાતું ખુલ્યું નથી. આ વિસ્તારમાંથી રાજ્ય સરકારના મંત્રી મૂળુભાઈ બેરાનો મત વિસ્તાર પણ ગણાય છે. ભાજપના મંત્રી જ પોતાના મત વિસ્તારમાં આવતી સલાયા નગરપાલિકામાં ખાતુ ખોલાવવામાં પણ સમર્થ થયા નથી. જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું છે.
