કોંગ્રેસને મળી એક સીટ જ્યારે આમ આદમી પાર્ટીને જાકારો : વોર્ડ નંબર 24, 21, 1, 4, 15, 19, 14, 10, 3, 2, 16, 26 અને 18માં ભાજપે સંપૂર્ણ વિજય હાંસલ કર્યો
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 30 વોર્ડમાંથી 14 વોર્ડના પરિણામો જાહેર થયા છે, જેમાં ભાજપે ભારે પ્રભુત્વ જાળવી રાખ્યું છે. માત્ર એક સીટ કોંગ્રેસના ખાતે ગઈ છે, જ્યારે બાકીની તમામ સીટો પર ભાજપનો વિજય થયો છે. વોર્ડ નંબર 12માં ભાજપે ત્રણ સીટો જીતી છે, જ્યારે એક સીટ કોંગ્રેસે મેળવી છે. આ ઉપરાંત વોર્ડ નંબર 24, 21, 1, 4, 15, 19, 14, 10, 3, 2, 16, 26 અને 18માં ભાજપે સંપૂર્ણ વિજય હાંસલ કર્યો છે. હાલ અન્ય વોર્ડની પણ મતગણતરી ચાલુ છે ત્યારે મળતી માહિતી મુજબ ભાજપે ત્રીસ વોર્ડમાંથી 13 વોર્ડમાં જીત અંકે કરે હોવાનું જાણવા મળ્યું છે જ્યારે એક સીટ કોંગ્રેસને મળી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7 (કતારગામ વેડ)માં ભાજપની સંપૂર્ણ પેનલ વિજયી થઈ છે. આ વોર્ડમાં પહેલા આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો આગળ દેખાતા હતા.
ત્યારબાદ છેલ્લા તબક્કાની ગણતરીમાં ભાજપે તમામ બેઠકો પર કબજો જમાવ્યો છે. આ વિજય રઘુ ખૂંટ સહિતના ઉમેદવારો માટે વિશેષ મહત્વનો છે, કારણ કે પ્રચાર દરમિયાન તેમના વિરોધ છતાં પણ ભાજપની પેનલે સ્પષ્ટ વિજય મેળવ્યો છે. સુરત મહાનગરપાલિકાના આપના ઉમેદવાર અને વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયાની હાર થઈ છે. સુરત મનપાના વોર્ડ નંબર 16માં ભાજપની આખી પેનલ વિજેતા થઈ છે, સુરત મહાનગરપલિકાના વોર્ડ નંબર 16માં ભાજપની સંપૂર્ણ પેનલે જીત મેળવીને આમ આદમી પાર્ટી પાસેથી સીટો છીનવી લીધી છે. જે બાદ વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ કહ્યું કે, અમે મહેનતમાં કચાસ રહી જતા હાર્યા છીએ. આગામી પાંચ વર્ષ મહેનત કરીશું અને ફરીથી ટીમમાં જીતીને આવીશું.
અમદાવાદ મહાનગરપાલિકામાં ફરી એકવાર ખીલ્યુ કમળ, 22 વોર્ડમાં ભાજપની ક્લિનસ્વીપ
અમદાવાદ મહાનગરપાલિકામાં કુલ 48 વોર્ડ અને 192 બેઠકો છે. અનુસૂચિત જાતિ માટે 10 (મહિલા 10), અનુસૂચિત જનજાતિ માટે 1 (મહિલા 1), પછાત વર્ગ માટે 26 (મહિલા 26) બેઠકો અનામત છે. સામાન્ય વર્ગમાં 59 બેઠકો છે, જેમાં 59 મહિલાઓ માટે યોજાઈ હતી જેમાં 22 વોર્ડ નંબર ઇન્ડિયા કોલોની ભાજપની જીત થઈ છે. નારણપુરામાં ભાજપ પેનલ વિજય થઈ છે. ઘાટલોડિયા બીજેપી પેનલનો વિજય થયો છે. જ્યારે સાબરમતીમાં ભાજપ, મણિનગરમાં ભાજપ તો સામે દરીયાપુરમાં કોંગ્રેસની પેનલ વિજય થઈ છે. વોર્ડ નંબર 35 એવા બહેરામપુરામાં પણ કોંગ્રેસની પેનલ જીતી છે. જોધપુર, વેજલપુર, અમરાઈવાડી, ચાંદખેડા, નિકોલ, નવા વાડજ, ઈસનપુર, ગોતા, ચાંદલોડિયામાં ભાજપ પેનલ વિજય થઈ છે. પાલડી, નિકોલ, ચાંદલોડિયામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. બાપુનગર બોર્ડમાં ચાર બેઠક પૈકી એક બેઠક કોંગ્રેસના ઉમેદવાર જૈમન શર્માનો વિજય થયો છે. ચાંદખેડા વોર્ડમાં ઉલટફેર, ભાજપની પેનલનો વિજય, કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટર રાજશ્રી કેસરીની હાર થઈ છે. અમરાઈવાડી તથા ગોતામાં પણ ભાજપની પેનલ જીતી છે.
વડોદરાની 76 બેઠકો પર બપોર સુધીમાં ભાજપે 26 બેઠક કરી અંકે
વડોદરાની 76 બેઠકો માટેની મતગણતરી હાથ ચાલી રહી છે ત્યારે બપોર સુધીમાં ભાજપે 26 બેઠકો અંકે કરી છે. જેમાં ચાર કોંગ્રેસ અને એક આમ આદમી પાર્ટીને મળી છે હાલ અન્ય બેઠકો પરની મતગણતરી હજુ ચાલુ છે.
