ગોંડલ તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જાળવી રાખી, 18 બેઠક ઉપર વિજય

ગોંડલ તાલુકા પંચાયત ની ચુંટણીનાં પરીણામ જાહેર થતા ભાજપે તાલુકા પંચાયત માં સતા જાળવી રાખીછે. તાલુકા પંચાયત ની કુલ બાવીસ બેઠકો પૈકી દાળીયા બેઠક ભાજપ…

ગોંડલ તાલુકા પંચાયત ની ચુંટણીનાં પરીણામ જાહેર થતા ભાજપે તાલુકા પંચાયત માં સતા જાળવી રાખીછે. તાલુકા પંચાયત ની કુલ બાવીસ બેઠકો પૈકી દાળીયા બેઠક ભાજપ ને બીનહરીફ મળી હતી.ત્યારે 21 બેઠકો ની યોજાયેલ ચુંટણી માં ભાજપ નો 17 બેઠક ઉપર વિજય થયો છે.જ્યારે તાલુકા નાં રાજકારણ માં પ્રથમવાર એન્ટ્રી મારનાર આમ આદમી પાર્ટી ને ચાર બેઠક મળીછે.ત્રિપાંખીયા જંગ માં કોંગ્રેસ ત્રીજા ક્રમે ધકેલાઇ છે.વર્ષ 2021 ની ચુંટણીમા તમામ 22 બેઠકો ભાજપે અંકે કરી હતી.આ ચુંટણીમાં ભાજપ ની ચાર બેઠકો ઓછી થઈ છે. મોટો અપસેટ જીલ્લા પંચાયત ની બેઠકો માં સર્જાયો છે.ગોંડલ તાલુકા નાં રાજકારણ નું એપી સેન્ટર ગણાતા મોવિયા જીલ્લા પંચાયત બેઠક માં ભાજપ નાં ધુરંધર રાજુભાઇ ડાંગરની હાર થઇ છે.

આ બેઠક ઉપર આપનાં આરતીબેન જેતાણી નો વિજય થયો છે. રાજુભાઇ ડાંગર જીલ્લા પંચાયત નાં પુર્વ ઉપપ્રમુખ છે. જીલ્લા પંચાયત ની અન્ય દેરડી, ચરખડી, કોલીથડ અને શિવરાજગઢ બેઠક ઉપર ભાજપ નો વિજય થયો છે. તાલુકા પંચાયત ની આંબરડી, કોલીથડ, શેમળા, ચરખડી, ગોમટા,નવાગામ, ત્રાકુડા, દેરડી, કેશવાળા, દેવચડી, ગુંદાળા, કમઢીયા, શ્રીનાથગઢ, મોવિયા-2, તથા દડવા હમીરપરાની બેઠકો ભાજપ નાં ઉમેદવારો વિજયી બન્યા છે. જ્યારે ઘોઘાવદર, મોવિયા-1,વાંસાવડ તથા સુલતાનપુર બેઠકો ઉપર આપનાં ઉમેદવાર વિજયી બન્યા છે. આપના નેતા જીગીશા પટેલ દ્વારા છેલ્લા છ સાત મહીના થી તાલુકા નાં રાજકારણ માં સક્રીય બની ભાજપ નાં ગઢ ને તોડવા કરાયેલો પ્રયાસ સફળ રહ્યો છે.ખાસ કરીને મોવિયા બેઠક પર અપસેટ સર્જાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *