મૃતક ઘરની બહાર ફળિયામાં બેઠા હતાં, આરોપીઓને પકડવા ટીમો બનાવાઈ: મૃતકે દોઢેક વર્ષ પહેલા ફાયરિંગ કર્યું હતું, ધંધાની હરીફાઈ કારણભૂત
મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ અંગે અવારનવાર સવાલો ઉઠતા રહે છે લૂંટ, ચોરી અને હત્યા જેવા બનાવો સામાન્ય બની ગયા છે છાશવારે હત્યાના ગંભીર ગુનાઓમાં વધુ એક બનાવ માળિયામાં સામે આવ્યો છે જ્યાં મોડી રાત્રીના ફાયરિંગ કરી એક આધેડની હત્યા કરવામાં આવી હતી જે મામલે માળિયા પોલીસે ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માળિયા (મી.) માં ગઈકાલે મોડી રાત્રીના ફાયરિંગ કરી આધેડની હત્યા કરવામાં આવી છે જૂની અદાવતમાં હૈદર મોવર નામના વ્યક્તિ પર ફાયરીંગ કરતા તેને ગંભીર હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોય જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. ધટનાની જાણ થતા જ માળિયા પોલીસની ટીમ અને એલસીબી સહિતની ટીમો દોડી જઈને તપાસ હાથ ધરવામાં આવી હતી.
બનાવ અંગે મૃતકના પત્ની સાઈનાબેન હૈદરભાઈ મોવારે માળિયા પોલીસમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે મળતી માહિતી પ્રમાણે હૈદરભાઈ સુમારભાઈ મોવરને છેલ્લા બે વર્ષથી શહેર ભાજપ પ્રમુખ ઈલિયાસ મોવરના નાનાભાઈ આરોપી ઇલીયાસ મુસાભાઈ મોવર અને શફીર મુસાભાઈ મોવર સાથે ધંધા બાબતે મનદુ:ખ ચાલતું હોય જેનો ખાર રાખી આરોપી ઇલીયાસના કહેવાથી આરોપી શફીર તથા અન્ય ચાર અજાણ્યા માણસો એ કાવતરું રચી આરોપી શફીર તથા અન્ય ચાર અજાણ્યા માણસો શિફ્ટ જેવી કાળા કલરની ગાડીમાં આવી આરોપી શફીરે બંદુક જેવા હથિયાર વડે મારી નાખવાના ઈરાદે ફાયરીંગ કરતા હૈદરભાઈને ગંભીર ઈજા પહોચાડી હત્યા કરી હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાવી છે જે મામલે માળિયા પોલીસે ઇલીયાસ મુસાભાઈ મોવર,શફીર મુસાભાઈ મોવર અને અજાણ્યા ચાર માણસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
