ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય, બે દિવસ ભારેથી અતિભારે વરસાદ

ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ ગુજરાતના વાતાવરણમાં ભયાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગની તાજી અપડેટ અનુસાર, વાતાવરણમાં એકસાથે ત્રણ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થઈ ગઈ…

ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ ગુજરાતના વાતાવરણમાં ભયાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગની તાજી અપડેટ અનુસાર, વાતાવરણમાં એકસાથે ત્રણ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ,ગાજવીજ સાથે વાવાઝોડા અને તીવ્ર પવનની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે રાજ્યના તંત્ર અને નાગરિકોને અત્યંત સાવચેત રહેવા માટે અપીલ કરી છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને મધ્ય ગુજરાત માટે ખાસ વરસાદી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ સાથે વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. લોકોને સાવચેત રહેવા અને જરૂૂરિયાત વિના બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જમવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબર કાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદપડી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધતા વૃક્ષો પડવા અને વીજ પુરવઠા પર અસર થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *