અમરેલીના ધારીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો અને ભાજપના નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે.
ધારીમાં છેલ્લા 4 વર્ષથી વકરેલા દારૂૂના દૂષણ અને બુટલેગરોના આતંક વિરૂૂદ્ધ ભાજપના ધારાસભ્ય જે.વી. કાકડીયા, પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા અને નલિન કોટડીયાની આગેવાનીમાં એક વિશાળ મોરચો મંડાયો. પાલિકા પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સ સહિતના અગ્રણીઓએ પ્રાંત અધિકારીને રૂૂબરૂૂ મળીને કડક આક્રોશ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે.
આપને જણાવી દઈએ કે ધારીના વેકરીયા પરામાં દારૂૂના નશામાં ચૂર અસામાજિક તત્વોએ ખેતરમાં ઘૂસીને બે નિર્દોષ ખેડૂતો પર જીવલેણ હુમલો કર્યો હતો જેથી લોકોમાં આક્રોશ છે. જેથી જ દેશી-વિદેશી દારૂૂના નેટવર્કને તોડી પાડવા અને માતેલા સાંઢ જેવા બુટલેગરો સામે દાખલારૂૂપ પાસા હેઠળ ગુનો નોંધી જેલભેગા કરવાની માગ ઉઠી છે.લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો પોલીસ કાર્યવાહી નહીં કેર તો હવે જનતા પોતે કાયદો હાથમાં લેશે અને જનતા રેડ પાડશે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ અસામાજિક તત્વો પર ક્યારે કાર્યવાહી કરે છે.
