ગોંડલના સુલતાનપુરમાં ભાજપ અગ્રણી ઉપર લુખ્ખાનો હુમલો

ગોંડલના સુલતાનપુર ગામે ભાજપ અગ્રણી પોતાની દુકાને વેપાર કરતાં હતાં ત્યારે સોડા લેવા આવેલા શખ્સે સોડા દેવામાં થોડુ મોડુ થતા ઉશ્કેરાઈ જઈ ઝપાઝપી કરી વેપારી…

ગોંડલના સુલતાનપુર ગામે ભાજપ અગ્રણી પોતાની દુકાને વેપાર કરતાં હતાં ત્યારે સોડા લેવા આવેલા શખ્સે સોડા દેવામાં થોડુ મોડુ થતા ઉશ્કેરાઈ જઈ ઝપાઝપી કરી વેપારી ને શરીરે મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગેની સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સુલતાનપુર ગામે આવેલ પેગવીન આઈસ્ક્રીમની દુકાન ચલાવતા અતુલભાઇ ગોંડલીયાએ પોલીસ ફરિયાદ માં જણાવ્યું કે ગત તા 26/10/2025ના હુ મારા રોજના સમય મુજબ મારી દુકાને વેપાર કરતો હતો.

ત્યારે સાંજના આશરે સાડા આઠેક વાગ્યે અમારા ગામનો નીખીલ બટુકભાઈ દેવાચાર્ય તેના દીકરી સાથે અમારી દુકાને કોઇ વસ્તુ લેવા આવેલ હતો અને ત્યારે હુ મારા ગામના ભરતભાઈના દીકરા ભાલા સાથે વસ્તુની લેતી દેતી કરતો હતો ત્યારે આ નીખીલે મને કહેલ કે, ઉતાવળ કર ભાઈ મારે મોડુ થાઇ છે જેથી મે નીખીલને કહેલ કે, ભાઇ થોડી રાહ જોવો હુ પૈસા ગણી લઉં એટલે નીખીલે મને કહેલ કે, મારે સોડા જોઈ છે અને મારી નાની દીકરી સાથે છે, જેથી હું તેની સોડા લેવા ગયેલ એટલામાં આ નીખીલ કહેલ કે મારે રાહ નો જોવાની હોઈ તેમ કહી અચાનક ઉશ્કેરાઇ ગયેલ અને મને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ અને હું તેને સમજાવવા જતા નીખીલે મારી સાથે ઝપાઝપી કરવા લાગેલ અને મને ગળાના ભાગે તેમ જ હાથના ભાગે તેમજ પીઢના ભાગે ઢીકા પાટુનો માર મારવા લાગેલ જેથી હું તેનાથી બચવા રાડો પાડવા લાગેલ એટલે અમારા ગામનો નરેદ્રભાઇ બોઘાણી વચ્ચે પડેલ અને મને તેનાથી છોડાવેલ ત્યારે નીખીલે કહેલ કે, બહાર આવે એટલે તને જાનથી મારી નાખવો છે તેમ કહી તે ચાલ્યો ગયો હતો. બનાવ અંગે અતુલભાઈ એ સુલતાનપુર પોલીસ સ્ટેશનમા ફરિયાદ આપતાં પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *