પરિણીતાના મોતથી પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી
ગોંડલ નાં ગુંદાળારોડ પર સવારનાં સુમારે ઓટોરિક્ષા માં બેસી શિંગદાણાનાં કારખાને મજુરીકામે જઇ રહેલી ત્રણ મહીલાઓ ને અકસ્માત નડતા એક મહીલાનું મોત નિપજ્યુ હતુ.જ્યારે અન્ય બે મહીલાઓ તથા રિક્ષાચાલક ઇજાગ્રસ્ત બન્યા હતા.બનાવ બાદ ઇજાગ્રસ્તોને સારવાર માં ખસેડાયા હતા.તથા મહીલાનાં મૃતદેહ ને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ સવારે સાત કલાકે રિક્ષાચાલક વોરકોટડા રોડ પર રહેતા ઉમેશ મકવાણા ત્રણ મહીલા પેસેન્જર ને લઇ ગુંદાળારોડ પર એસ્ટોન સિનેમાંથી આગળ અવિરત નામનાં શિંગદાણાનાં કારખાને જઇ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલા ટેમ્પોએ ઠોકર મારતા ત્રણેય મહીલાઓ રિક્ષાની બહાર ફંગોળાઇ હતા.જેમાં રોડ પર પટકાયોલા સાધનાબેન વિશ્ર્વનાથ મરદાને ઉ.20 નું ઘટનાસ્થળે ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યુ હતુ.જ્યારે અન્ય બે મહીલાઓ તથા રિક્ષાચાલક ઉમેશ ને ઇજા પંહોચતા ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.
મુળ મહારાષ્ટ્ર નાં અને હાલ એક વર્ષ થી જામવાડી શ્રી હોટલ સામે આવેલા બાલાજી ઓઈલમીલ માં રહેતા સાધનાબેન પરણીત હતા.સંતાન માં એક પુત્ર હોવાનુ અને પતિ વિશ્ર્વનાથ ઓઈલમીલ માં કામ કરતો હોવાનું જાણવા મળેલ હતુ.બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરીછે.
