રાજકોટ જિલ્લાની 11 તા. પં.ની 202માંથી 154માં ભાજપ, આપ બીજા નંબરે

રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતની 202 બેઠકો માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે 154 બેઠક ત્યારબાદ આમ આદમી પાર્ટીએ 25 અને કોંગ્રેસે 23 બેઠક પર…

રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતની 202 બેઠકો માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે 154 બેઠક ત્યારબાદ આમ આદમી પાર્ટીએ 25 અને કોંગ્રેસે 23 બેઠક પર જીત અંકે કરી છે. આશ્ચર્યની વાત એ છે કે તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસથી પણ એક સીટ વધુ જીતી છે ત્યારે વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી હાલ રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતમાં જોવા મળશે.

વિગતવાર 11 તાલુકા પંચાયતની ચર્ચા કરવામાં આવે તો ઉપલેટા બેઠક પર ભાજપ 9, કોંગ્રેસ 8 અને આમ આદમી પાર્ટી એક બેઠક પર જીતી છે. તેવી જ રીતે ધોરાજીમાં ભાજપ 12, કોંગ્રેસ 3 અને આમ આદમી પાર્ટી એક બેઠક પર જીત અંકે કરી શકી છે. જેતપુર બેઠકમાં ભાજપે 13 સીટ પર કબજો કર્યો છે ત્યારબાદ આમ આદમી પાર્ટી ત્રણ બેઠક અને કોંગ્રેસ એક બેઠક જીતી છે. જામકંડોણા બેઠકની વાત કરવામાં આવે તો 15 સીટ ભાજપે જ્યારે એક આમ આદમી પાર્ટી જીતી તો કોંગ્રેસને એક પણ સીટ મળી નથી. ગોંડલમાં 18 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો જ્યારે ચાર સીટ આમ આદમી પાર્ટીના ફાળે આવી છે અને કોંગ્રેસને પણ એક પણ બેઠક મળી નથી. કોટડા સાંગાણી ની વાત કરવામાં આવે તો ભાજપ બહાર બેઠક પર વિજય થઈ છે અને સાથે આમ આદમી પાર્ટી ત્રણ બેઠક ઉપર અને કોંગ્રેસ એક બેઠક ઉપર જીત મેળવી છે.

લોધીકા બેઠકની વાત કરવામાં આવે તો 11 બેઠક પર ભાજપ, ચાર આમ આદમી પાર્ટી અને એક કોંગ્રેસ જીતી છે. પડધરી બેઠકમાં બાર બેઠક ભાજપ-એન્કી કરી છે જ્યારે કોંગ્રેસે ચાર બેઠક અંગે કર્યું છે જેમાં આમ આદમી પાર્ટીને એક પણ સીટ મળી નથી. રાજકોટ તાલુકાની વાત કરવામાં આવે તો 20 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો જ્યારે 2 બેઠક આમ આદમી પાર્ટી જીતી હોવાનું પણ હાલ જાણવા મળ્યું છે. વાત કરવામાં આવે જસદણ બેઠકની તો 15 બેઠકો પર ભાજપ, છ બેઠક પર આમ આદમી પાર્ટી અને એ જ બેઠક પર કોંગ્રેસ જીત્યું છે, વિછીયા બેઠકની વાત કરવામાં આવે તો 14 બેઠક ભાજપ અને ચાર બેઠક કોંગ્રેસે જીતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *