તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી એક ખોફનાક ઘટના સામે આવી છે. વેલજન ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના 86 વર્ષીય સ્થાપક વેલામતી ચંદ્રશેખર જનાર્દન રાવની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. અબજોપતિ વેલામતીની હત્યાનો આરોપ બીજા કોઈ નહીં પણ તેમનો પોતાનો 29 વર્ષીય પૌત્ર કિલારુ કીર્તિ તેજા પર છે. 6 ફેબ્રુઆરીની રાત્રે, વેલામતી પર સોમાજીગુડા સ્થિત તેના ઘરે 70થી વધુ વાર છરીઓથી હુમલો કરવામાં આવ્યો.સંપત્તિના ભાગલાને લઈને વિવાદ થયો હતો મિલકતના ભાગલા અંગે ઉગ્ર દલીલ બાદ આ હત્યા કરવામાં આવી હતી. તેજાએ કથિત રીતે તેનો વિરોધ કર્યો હતો, અને તેમના પર મિલકતના યોગ્ય રીતે ભાગલા ન પાડવાનો આરોપ લગાવ્યો હતો. આ વિવાદ પછી, દલીલો વધી ગઈ અને ગુસ્સામાં તેજાએ કથિત રીતે તેના દાદા પર અનેકવાર છરીથી વાર કર્યો. તેમના શરીર પર કુલ 73 છરીના ઘા હતા.
પંજાગુટ્ટા પોલીસે જણાવ્યું કે જ્યારે આરોપીની માતાએ વચ્ચે પડવાની કોશિશ કરી ત્યારે તેણે માતા ઉપર પણ છરીથી હુમલો કર્યો હતો. આરોપીની માતા ઘાયલ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આરોપીની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરના બીજા વિસ્તારમાં રહેતા તેજા અને તેની માતા ગુરુવારે સોમાજીગુડામાં રાવના ઘરે ગયાં હતાં. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે તેજાની માતા કોફી લેવા ગઈ ત્યારે તેજા અને રાવ વચ્ચે મિલકતના ભાગલાને લઈને ઝઘડો થયો.
દોહિત્રની આ ફરિયાદ હતી પ્રાથમિક તપાસ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે તેજાએ છરી કાઢીને તેના નાના પર હુમલો કર્યો હતો. તેજાએ આરોપ લગાવ્યો કે બાળપણથી જ તેના નાનાનું વર્તન તેના પ્રત્યે સારું નહોતું અને તે મિલકત વહેંચવાનો ઈનકાર કરી રહ્યા હતા.
અનેક ક્ષેત્રોમાં જનાર્દન રાવનું મોટું યોગદાન તે અને તેની માતા અલગ-અલગ રહેતાં હતાં પરંતુ હુમલા પહેલાં બંને રાવના ઘરે જ હતાં. હુમલા પછી અધિકારીઓએ તેજા વિરુદ્ધ હત્યાનો મામલો નોંધાવ્યો છે. 8 ફેબ્રુઆરીએ તેને અરેસ્ટ કરવામાં આવ્યો હતો અને પોલીસે આ મામલે વધારે જાણકારી પ્રાપ્ત કરવા માટે તપાસ શરૂૂ કરી દીધી છે.
જનાર્દન રાવ એક પ્રસિદ્ધ ઉદ્યોગપતિ હતા. તેમનો શિપ બિલ્ડિંગ, એનર્જી અને ઇન્ડસ્ટ્રિયલ એપ્લિકેશન સહિત અનેક ક્ષેત્રોમાં મોટું યોગદાન હતું. તેમણે એલુરુમાં સરકારી જનરલ હોસ્પિટલ અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાવનમ જેવી સંસ્થાઓમાં તેમના દાન માટે પણ ઓળખવામાં આવતા હતા.