સાયલા નજીક કારના ચાલકે બાઇકચાલકને એક કિલોમીટર સુધી ઢસડતાં મોત

કારમાં આગ લાગતા ચાલક ફરાર, મૃતકના થોડા દિવસો બાદ લગ્ન હતા સાયલા તાલુકાના ઢેઢુકી ગામ પાસે ક્ધટ્રક્શનનું કામમાં શ્રમજીવી તરીકે કામ કરતા માખલીયા ગામના અંદાજે…

કારમાં આગ લાગતા ચાલક ફરાર, મૃતકના થોડા દિવસો બાદ લગ્ન હતા

સાયલા તાલુકાના ઢેઢુકી ગામ પાસે ક્ધટ્રક્શનનું કામમાં શ્રમજીવી તરીકે કામ કરતા માખલીયા ગામના અંદાજે 25 વર્ષના બારૈયા શૈલેષકુમાર નરવતસિંહ ઠાકોર કામ કરતા હતા. આ દરમિયાન શુક્રવારે નજીકમાં આવેલી હોટલમાં ચા લેવા માટે સ્કૂટર લઈને જઈ રહ્યા હતા. આ સમયે પાછળથી પૂર ઝડપે આવતી કારના ચાલકે સ્ટેયરીંગ કાબુ ગુમાવતા સ્કૂટરચાલક શૈલેષકુમારને અડફેટે લીધા હતા. અને સ્કૂટર સહિત શૈલેષકુમારને 1 સળ થી વધુ અંતરે ઢસડી ગયો હતો.

જેના કારણે શૈલેષભાઈ ફંગોળાઈને રોડ ઉપર જોવા મળતા હતા. ગંભીર અકસ્માતમાં ઘટના સ્થળે શૈલેષકુમારનું મોત થયુ હતું. જ્યારે કારની અંદર સ્કૂટર ઘૂસી જતા આગ લાગી હતી. અને અચાનક લાગેલી આગને કારણે કારચાલક કાર મૂકીને નાસી છૂટ્યો હતો. આ બાબતની પરિવારજનોને જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યારે કારની આગને કારણે અનેક વાહનો રોકાઈ જતા ટ્રાફિક સમસ્યા જોવા મળી હતી. બીજી તરફ મૃતક શૈલેષકુમારના 2025 વર્ષના ટૂંક સમયમાં જ લગ્ન થવાની વિગતો બહાર આવી હતી. આમ યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *