જી.જી. હોસ્પિટલમાંથી બાઇકની ઉઠાંતરી કરનાર ઝડપાયો

જામનગર ની જી.જી. હોસ્પિટલ ના સર્જીકલ બિલ્ડીંગ પાસેથી બાઈક ની થયેલી ચોરી નો ભેદ પોલીસે ઉકેલી નાખી ચોરાઉ બાઈક સાથે એક શખ્સ ની ધરપકડ કરી…



જામનગર ની જી.જી. હોસ્પિટલ ના સર્જીકલ બિલ્ડીંગ પાસેથી બાઈક ની થયેલી ચોરી નો ભેદ પોલીસે ઉકેલી નાખી ચોરાઉ બાઈક સાથે એક શખ્સ ની ધરપકડ કરી છે. જામનગર ની જી.જી. હોસ્પિટલના સર્જીકલ બિલ્ડીંગ પાસે પાર્કિંગમાંથી ગત ગુરૂૂવારે જીજે-10-પી 2646 નંબરના બાઈક ની ચોરી થયા ની પોલીસ માં ફરિયાદ નોંધાવાઈ હતી. તે ગુન્હાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી.
જેમાં ચોરાઉ બાઈક સાથે એક શખ્સ સાત રસ્તા સર્કલથી આગળ ઉભો હોવાની બાતમી મળતા ત્યાં થી પોલીસ ટીમે અંધાશ્રમ ફાટક પાસે રહેતા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા વાડી વિસ્તારના વતની ભરત રામદેભાઈ ડેર ની અટકાયત કરી લીધી હતી.


તેની પાસે રહેલા બાઈક અંગે પૂછપરછ કરતાં આ શખ્સે તે બાઈક સર્જીકલ વિભાગ પાસેના પાર્કિંગમાંથી ઉઠાવ્યાની કબૂલાત આપી છે. પોલીસે બાઈક કબજે કરી લઈ આરોપીની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *