કપાસના ઉત્પાદનમાં ગુજરાતની કમાલ, 90.57 લાખ ગાંસડી સાથે દેશમાં પ્રથમ

ગુજરાત છેલ્લાં બે વર્ષથી દેશમાં કપાસના ઉત્પાદનમાં નંબર 1 રાજ્ય રહ્યું છે. રાજ્યએ 2022-23 (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) અને 2023-24 (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) દરમિયાન અનુક્રમે 87.95 લાખ ગાંસડી…


ગુજરાત છેલ્લાં બે વર્ષથી દેશમાં કપાસના ઉત્પાદનમાં નંબર 1 રાજ્ય રહ્યું છે. રાજ્યએ 2022-23 (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) અને 2023-24 (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) દરમિયાન અનુક્રમે 87.95 લાખ ગાંસડી અને 90.57 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન કર્યું, જ્યારે ભારતનું કુલ ઉત્પાદન 336.60 લાખ ગાંસડી અને 325.22 લાખ ગાંસડી હતું. વધુમાં, 2023-24માં ગુજરાતે ભારતના કુલ કપાસનાં ટેક્સટાઈલ નિકાસમાં લગભગ 30% પ્રદાન આપ્યું હતું.આ માહિતી કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્યમંત્રી પબિત્રા મર્ગેરિટાએ 13 ડિસેમ્બરે રાજયસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઉપલબ્ધ કરાવી હતી.


મંત્રીએ આપેલા નિવેદન અનુસાર, ભારતની કુલ કોટન ટેક્સટાઈલ નિકાસ (જેમાં કપાસનાં ફેબ્રિક્સ, કોટન વેસ્ટ, યાર્ન સહિતના કપાસની કાચી સામગ્રી, અને અન્ય ટેક્સટાઈલ યાર્ન્સ, ફેબ્રિક મેડ-અપ આર્ટિકલ્સનો સમાવેશ થાય છે) છેલ્લા બે વર્ષમાં 2022-23 અને 2023-24 દરમિયાન અનુક્રમે 11,085 મિલિયન અમેરિકી ડોલર અને 12,258 મિલિયન ડોલર રહી હતી, જ્યારે ગુજરાતની કુલ કપાસની ટેક્સટાઈલ નિકાસ અનુક્રમે 2,835 મિલિયન અને 3,615 મિલિયન ડોલર રહી હતી.પરિમલભાઈ નથવાણી દેશમાં કપાસના કુલ ઉત્પાદન અને નિકાસ, સરકાર દ્વારા કપાસની નિકાસ વધારવા અને કપાસના ઉત્પાદન ક્ષેત્રે સંશોધન કાર્યને પ્રોત્સાહન આપવાના માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે જાણવા માંગતા હતા.29 ળળ અને 30 ળળ લોંગ-સ્ટેપલ કપાસની પ્રીમિયમ ભારતીય બ્રાન્ડ પકસ્તુરી કપાસ ભારતથને ટેક્સટાઈલ મંત્રાલય અને ઉદ્યોગ વચ્ચે પબ્લીક-પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ વિકસાવવામાં આવ્યું છે. આ પહેલમાં અત્યાર સુધીમાં 464 એકમો જોડાયા છે. 30 ઓક્ટોબર, 2024 સુધીમાં 47,600 બેલ્સ કસ્તુરી કપાસ લેબલ હેઠળ પ્રમાણિત કરવામાં આવ્યા છે.


-કેન્દ્રીય કપાસ સંશોધન સંસ્થા (ઈઈંઈછ), નાગપુરે છેલ્લા દાયકામાં 333 કપાસની જાતો રજૂ કરી છે, જેમાં 191 નોન-બીટી અને 142 બીટી કપાસની જાતો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *