બિહારના વૈભવ સુર્યવંશીના વડાપ્રધાન મોદીએ કર્યા વખાણ

નાની ઉંમરે ક્રિકેટ જગતમાં શાનદાર રેકોર્ડ બનાવવા બદલ પીઠ થાબડી વડાપ્રધાન મોદીએ બિહારના પટનામાં યોજાયેલા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ ઉદ્ઘાટન સમારોહને વર્ચ્યુઅલી સંબોધ્યો. આ પ્રસંગે…

નાની ઉંમરે ક્રિકેટ જગતમાં શાનદાર રેકોર્ડ બનાવવા બદલ પીઠ થાબડી

વડાપ્રધાન મોદીએ બિહારના પટનામાં યોજાયેલા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ ઉદ્ઘાટન સમારોહને વર્ચ્યુઅલી સંબોધ્યો. આ પ્રસંગે પીએમ મોદીએ ક્રિકેટર વૈભવ સૂર્યવંશીના ભરપૂર વખાણ કર્યા. તેમણે કહ્યું કે, બિહારના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે, તે જેટલો વધુ રમશે, તેટલો જ તેજસ્વી બનશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે બધાએ આઈપીએલમાં બિહારના દીકરા વૈભવ સૂર્યવંશીનું શાનદાર પ્રદર્શન જોયું છે. વૈભવે આટલી નાની ઉંમરે આટલો મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેના શાનદાર પ્રદર્શનની પાછળ તેની મહેનત અને જુસ્સો સ્પષ્ટ દેખાય છે.
વડાપ્રધાન મોદીએ રવિવારે બિહારમાં યોજાયેલા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે જણાવ્યું કે, આ મંચ તમારી સર્વશ્રેષ્ઠ પ્રતિભાને બહાર લાવશે અને સાચી રમતની ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપશે.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ દરમિયાન બિહારના અલગ-અલગ ભાગોમાં અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, દેશમાં રમતગમતના વિકાસ માટે આ વર્ષના ₹4,000 કરોડના બજેટમાંથી એક મોટા હિસ્સાનો ઉપયોગ રમતના માળખાગત સુવિધાઓને શ્રેષ્ઠ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આનાથી ભારતીય રમતગમતને નવી દિશા મળશે અને દેશમાં રમતગમત પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *