રાજકોટમાં ચાંદી 2,36,000રૂા.ને પાર અને સોનુ 1,42,300 રૂપિયા થયું
2025ના વર્ષમાં ચાંદીનું 151 ટકા રિટર્ન: છેલ્લા ત્રણ સપ્તાહમાં ચાંદીના ભાવમાં પચાસ હજાર રૂપિયાનો વધારો થયો
સોના-ચાંદીમાં દરરોજ નવા હાઇ જોવા મળી રહયા છે. આજે પણ સોના-ચાંદીના ભાવમા નવો હાઇ જોવા મળ્યો હતો. આજે પણ ચાંદીના ભાવમા મોટો વધારો નોંધાયો હતો. ગઇકાલે નાતાલની રજા બાદ આજે માર્કેટ ખુલતાની સાથે ચાંદીમા 8000 રૂા નો ઐતીહાસિક વધારો નોંધાયો છે. જયારે સોનામા પણ 1000 રૂા નો વધારો નોંધાયો હતો.
છેલ્લા 20 દિવસથી ચાંદીમા અવિરત તેજી જોવા મળી રહી છે. બલ્કે છેલ્લા ત્રણ સપ્તાહમા ચાંદીનાં ભાવમા લગભગ 50,000 રૂા નો વધારો નોંધાયો છે. વિશ્ર્વભરમા ચાંદીના માંગમાં તીવ્ર વધારો આવ્યો છે અને ઉત્પાદન સીમીત છે ત્યારે ચાંદીનાં ભાવ બેકાબુ બન્યા છે. બીજી તરફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજીમાં પણ ચાંદીના ઉપયોગમા 300 ટકાનો વધારો નોંધાયો છે જેને કારણે પણ આંતર રાષ્ટ્રીય બજારમા ચાંદીમા ભારે ડીમાન્ડ જોવા મળી રહી છે. આજે ચાંદીનો ભાવ 75 ડોલર પ્રતિ ઔંસ પહોંચી ગયો છે.
આજે એમસીએકસમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોના 138,950 જોવા મળ્યો છે. રાજકોટની હાજર બજારમાં ચાંદીનો ભાવ 236280 જોવા મળી રહયો છે. જયારે ચાંદી ચોરસાનો ભાવ 232,000 જોવા મળી રહયો છે. 2025 ના વર્ષમાં ચાંદીનાં ભાવમા 151 ટકાનો વધારો આંતર રાષ્ટ્રીય બજારમા જોવા મળ્યો છે. ફેડરલ રીઝર્વનાં ગર્વનર ક્રિસ્ટોફર વોલરે વધુ વ્યાજ દર ઘટાડાને ટેકો આપ્યો હતો જેને કારણે સોના-ચાંદીમા બેકાબુ તેજી જોવા મળી રહી છે. ચાંદીનો ભાવ ર લાખ પર પહોંચ્યો ત્યારે નિષ્ણાતો માની રહયા હતા કે ચાંદી દિવાળીએ અઢી લાખે પહોંચી જશે પરંતુ હાલ ભાવ 236,150 પર પહોંચી જતા હવે બે મહિનામા જ ભાવ રૂા. 2,50,000 ને પાર કરી જશે તેવુ લાગી રહયુ છે. બીજી બાજુ આજે સોનામા પણ રૂા. 1000 નો વધારો નોંધાયો છે.
એમસીએકસમાં સોનાનો ભાવ 138970 જોવા મળી રહયો છે જયારે રાજકોટની બજારમા સોનાનો ભાવ 1,42,680 જોવા મળી રહયો છે. સોનુ આજે આંતર રાષ્ટ્રીય બજારમા 4511 ડોલર પર પહોંચ્યુ છે અને હજુ મજબુત સંકેત સામે આવી રહયા છે. જો કે શેરબજારમા સેન્સેકસ 180 પોઇન્ટ અને નીફટી 55 પોઇન્ટ નીચે જોવા મળી રહયા છે.
રાજકોટના ઇન્વેસ્ટરો ચાંદી તરફ વળ્યા
ચાંદીમા આગ જરતી તેજીનાં પગલે રાજકોટનાં અનેક ઇન્વેસ્ટરો હવે ચાંદી તરફ વળ્યા છે. 2025 ના વર્ષમા ચાંદીમા 151 ટકાનું રીર્ટન મળ્યુ છે ત્યારે ઇન્વેસ્ટરો હવે ઇકવીટી માર્કેટ, મ્યુચ્યલ ફંડ તેમજ સોનાને બદલે હવે ચાંદીમા રોકાણ કરતા થયા છે. ચાંદીમા વૈશ્ર્વીક મજબુત સંકેતોને કારણે ભાવ ઘટવાનુ નામ લેતો નથી ત્યારે આ વર્ષમા ચાંદીમા સૌથી વધારે રીટર્ન ઇન્વેસ્ટરોને મળ્યુ છે. વધતા જતા ભાવને કારણે ઇન્વેસ્ટરોનો વિશ્ર્વાસ પણ વધ્યો છે અને હવે તો સોનાને બદલે પણ ચાંદીમા રોકાણ કરતા થયા છે. એક બુલિયન વેપારીનાં જણાવ્યા અનુસાર ચાંદીની લગડીઓ મોટા પ્રમાણમા ઇન્વેસ્ટરો ખરીદી રહયા છે. માત્ર રાજકોટનાં ઇન્વેસ્ટરો નહી પરંતુ અમદાવાદમા પણ જમીન -મકાનમા રોકાણને બદલે હવે ચાંદીમા રોકાણ વધ્યુ હોવાનાં સમાચાર સામે આવી રહયા છે.
