Connect with us

આંતરરાષ્ટ્રીય

બાઇડને ફરી લોચો માર્યો, પત્ની સમજી બીજી મહિલાને કિસ કરવા પહોંચી ગયા!

Published

on

અંતે પત્ની જીલ બાઇડને મામલો સંભાળી લીધો, સ્વાસ્થ્ય અંગે ફરી ઉઠ્યા સવાલો

યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડન તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે ચર્ચામાં છે. ક્યારેક સ્ટેજ પર ભુલથી બીજી બાજુ જવા લાગે છે તો ક્યારેક ખોટું નામ બોલે છે. હવે જો બાઈડનનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક કાર્યક્રમ દરમિયાન એક મહિલા સાથે વાત કરતા જોવા મળે છે. તેની બોડી લેંગ્વેજથી સ્પષ્ટ લાગે છે કે તે મહિલાને પોતાની પત્ની માને છે અને તેને કિસ કરવા જઈ રહ્યા છે.


પરંતુ કોઈ અનહોની થાય તે પહેલાં જો બાઈડનની પત્ની જીલ બાઈડન તેની પાસે દોડી જાય છે. આ પછી તે જો બાઈડનને કંઈક સમજાવે છે. તેની પત્નીની વાત સાંભળ્યા પછી જો બાઈડનને સમજાયું કે તેમણે એક મોટી ભૂલ કરી છે. આ પછી તેની પત્ની તેની જગ્યાએ પાછી આવી. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ મહિલાને બીજી તરફ લઈ ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નોંધનીય છે કે જો બાઈડન તેમના સ્વાસ્થ્યને લઈને સતત નીશાના પર છે.


જેના કારણે તેમની ઉમેદવારી પણ મુશ્કેલીમાં છે. બાઈડન તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન કમલા હેરિસને ડોનાલ્ડ ટ્રમ્પ કહી દીધા હતા. એટલું જ નહીં, બાઈડન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને રાષ્ટ્રપતિ પુતિન કહીને સંબોધ્યા. આ સિવાય પણ એવી ઘણી ઘટનાઓ બની છે જ્યારે બાઈડન અન્ય નેતાઓથી દૂર ઉભા રહ્યા હતા. એકવાર તે સ્ટેજના એક ખાલી ભાગ તરફ પહોચી ગયા અને હાથના ઈશારા કરીને વાત કરવા લાગ્યા. જ્યારે દિશામાં ઈશારો કરી રહ્યા હતા ત્યાં ત્યાં કોઈ નહોતું.


જોકે બાઈડન વારંવાર દાવો કરી રહ્યો છે કે તે સંપૂર્ણપણે ઠીક છે. તેમણે એમ પણ કહ્યું કે તેમનું માનસિક સ્વાસ્થ્ય બિલકુલ ઠીક છે અને તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર હશે. પરંતુ હવે તેમનો દાવો શંકાના દાયરામાં આવી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાઈડન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની રેસમાંથી હટી શકે છે. બરાક ઓબામા જેવા દિગ્ગજ નેતાઓ પણ જેઓ અત્યાર સુધી તેમને ટેકો આપતા હતા, તેઓ પણ હવે તેમના હાથ પાછા ખેંચતા જોવા મળે છે. હવે જો બાઈડન રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી ખસી જાય છે, તો કમલા હેરિસ તેમનું સ્થાન લઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય

ભારતથી યુક્રેન હથિયાર મોકલાયાનો રિપોર્ટ કાલ્પનિક

Published

on

By

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત પર મોટા આરોપો લાગ્યા છે. જેના પર ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. વાસ્તવમાં ન્યૂઝ એજન્સી રોયટર્સે તાજેતરમાં જ એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ભારતીય દારૂૂગોળો યુક્રેન મોકલવામાં આવી રહ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે (19 સપ્ટેમ્બર) રોઇટર્સના આ અહેવાલને ફગાવી દીધો હતો.


વિદેશ મંત્રાલયે યુક્રેનમાં હથિયારો મોકલવાના રિપોર્ટને કાલ્પનિક અને ભ્રામક ગણાવ્યો છે. મંત્રાલયે કહ્યું હતું કે આ તમામ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે કારણ કે ભારતે કોઈ નિયમ તોડ્યો નથી. ખઊઅએ કહ્યું કે અમે રોયટર્સનો રિપોર્ટ જોયો છે, તે સંપૂર્ણપણે અટકળો પર આધારિત છે અને તેમાં કોઈ સત્ય નથી.


ભારતે રોયટર્સના અહેવાલને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત તેની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને સંપૂર્ણ નિષ્પક્ષતાથી નિભાવે છે. ભારત પાસે નિકાસ માટે મજબૂત કાનૂની અને નિયમનકારી માળખું પણ છે. સંરક્ષણ સામગ્રીની નિકાસમાં ભારતનો રેકોર્ડ બેદાગ છે. તમામ માપદંડો હેઠળ ઉપયોગકર્તાની જવાબદારીઓ અને પ્રમાણપત્રોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. રોયટર્સના અહેવાલમાં ભારતની છબી ખોટી રીતે દર્શાવવામાં આવી છે.


વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે , સંરક્ષણ નિકાસ માટેનું નિયમનકારી માળખું હંમેશા સુનિશ્ચિત કરે છે કે તમામ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને કરારનું સંપૂર્ણ પાલન કરવામાં આવે. આ અંતર્ગત કોઈપણ પ્રકારની ભૂલને અવકાશ નથી. ભારતની તમામ પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે કાયદા હેઠળ છે અને તેમાં ક્યારેય કોઈ અનિયમિતતા જોવા મળી નથી.

શું છે રોયટર્સનો રિપોર્ટ?
રોયટર્સના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે નિર્માતાઓ મારફતે વેચવામાં આવેલા ભારતીય હથિયાર યુરોપ થઈને યુક્રેન પહોંચ્યા છે. રશિયાએ આ મામલામાં હસ્તક્ષેપ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો પરંતુ તેમ છતાં ભારત દ્વારા આ ખરીદ-વેચાણ રોકવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે છેલ્લા એક વર્ષથી હથિયારોની નિકાસ કરવામાં આવી રહી છે.

Continue Reading

Sports

બાંગ્લાદેશ ટીમ 149 રનમાં તંબુ ભેગી

Published

on

By


ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 376 રન બનાવ્યા હતા. આ રનને ચેઝ કરતા બાંગ્લાદેશ 149 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. આજે શરુઆતથી જ ભારતીય ફાસ્ટબોલરો બાંગ્લાદેશની ટીમ પર હાવી થઈ જતાં ટપોટપ વિકેટો પડી હતી. ભારત વતી 4 વિકેટ ઝડપીને જસ્પ્રીત બુમરાહે ટેસ્ટ ક્રિકેટની 400 વિકેટ પુરી કરી વિશ્ર્વનો 6ઠો ખેલાડી બન્યો હતો. મ.સિરાજ અને નવા યુવા ખેલાડી આકાશ દિપે બે બે વિકેટો ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ બે વિકેટ ઝડપી હતી. સારી બેટીંગ ક્ધડીશનને ધ્યાનમાં લઈ ભારતીય ટીમે ફરી વખત બેટીંગમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો.


બાંગ્લાદેશની પહેલી વિકેટ ફકત બે રને જ પડી હતી. બન્ને ઓપનર એક આંકડાના સ્કોર માંજ પેવેલીયન ભેગા થયા હતા. ત્યારબાદ બાંગ્લાદેશના કેપ્ટન નજમુલ સાંતોએ 20 રન કર્યા હતા. ઓલરાઉન્ડર શાકીબે 32 રન કર્યા હતા.


બાંગ્લાદેશની ટીમ કુલ 48 ઓવરમાં જ 149 રને ઓલઆઉટ થઇ ગઇ હતી.બુમરાહે 11 ઓવરમાં 50 રન આપી 4 વિકેટ ઝડપી હતી જયારે મહમદ સિરાજે 10 ઓવરમાં 30 રન આપી બે વિકેટ ઝડપ હતી.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

વિકૃતિથી ભરેલી દુનિયાની સૌથી ખરાબ ફિલ્મ, રિલીઝ પહેલાં જ 150 દેશમાં પ્રતિબંધ

Published

on

By

‘સાલો: ઓર ધ 120 ડેઝ સદોમ’ના ડાયરકેટરનું પણ મર્ડર થઇ ગયું હતું

તમે દુનિયાની આવી ઘણી ફિલ્મો વિશે સાંભળ્યું જ હશે કે આ અત્યાર સુધીની સૌથી ખરાબ અને ફ્લોપ ફિલ્મ હતી. પરંતુ આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને દુનિયાની સૌથી ખરાબ ફિલ્મ તરીકે ટેગ કરવામાં આવી છે. આ ફિલ્મ વર્ષો પહેલા બની હતી, પરંતુ 150 દેશોએ રિલીઝ પહેલા ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ફિલ્મના દ્રશ્યો એટલા હેરાન કરે છે કે તેને જોવું કોઈના માટે શક્ય નથી. એવો પણ દાવો કરવામાં આવે છે કે કેટલાક લોકોએ આ ફિલ્મ જોવાની ચેલેન્જ લીધી હતી, પરંતુ તેઓ પણ આ ફિલ્મ સંપૂર્ણ રીતે જોઈ શક્યા ન હતા. ફિલ્મના દ્રશ્યો એટલા ગંદા અને હ્રદયસ્પર્શી છે કે તેની સીધી અસર માનસિક સ્વાસ્થ્ય પર પડી શકે છે.


આખી દુનિયામાં આવી ઘણી ફિલ્મો બની છે, જેની કહાની અથવા તો બીજી કોઈ વસ્તુ અથવા અન્ય વસ્તુ માટે ટીકા કરવામાં આવી છે. એવી કેટલીક ફિલ્મો હતી જેણે વિશ્વભરમાં વિવાદો સર્જ્યા હતા. આમાંની ઘણી ફિલ્મો પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો અને કેટલાક નિર્માતાઓએ જીવ ગુમાવ્યો હતો. આવી જ એક ફિલ્મ ઈટાલીની છે, જે 1975માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં બાળકોના એક જૂથનું અપહરણ કરવામાં આવે છે, જે નાઝીઓના હાથની કઠપૂતળી બની જાય છે. આ ફિલ્મ એટલી ડરામણી છે કે તે હૃદયને હચમચાવી દે તેવી છે.

તેનું નામ છે ‘સાલો: ઓર ધ 120 ડેઝ ઓફ સદોમ’, જેમાં બાળકો પર બળાત્કાર, સૃષ્ટી વિરુદ્ધના કૃત્યો, હત્યા, લોહીયાળ જંગ અને ત્રાસ બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં એનલ સેક્સ જેવા ઘણા ગંદા કૃત્યોનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મને ઓસ્ટ્રેલિયામાં 1993માં પ્રતિબંધિત કરવામાં આવી હતી, પરંતુ બાદમાં 1998માં આ ફિલ્મ પર ફરીથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આટલું જ નહીં ફિલ્મ રિલીઝ થયા બાદ ફિલ્મમેકર પાઓલો પાસોલોનીની પણ હત્યા કરવામાં આવી હતી. ફિલ્મમાં જાતીય અત્યાચારની વાર્તા બતાવવામાં આવી છે.

ફિલ્મમાં, કેટલાક કિશોર મિત્રોનું અપહરણ કરવામાં આવે છે અને એકબીજા સાથે ઘનિષ્ઠ બનવા માટે દબાણ કરવામાં આવે છે. ફિલ્મમાં હિંસાના ઘણા દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા, જે એવા હતા કે તેમને જોવું કોઈના માટે સરળ નહોતું. કહેવાય છે કે ફિલ્મની હીરોઈન સેન્ડ્રા પીબોડી પોતે શૂટિંગ દરમિયાન એટલી પરેશાન થઈ ગઈ હતી કે તેણે પોતે જ શૂટિંગ સેટ છોડી દીધો હતો. આટલું જ નહીં, ફિલ્મને લઈને વિવાદ એટલો વધી ગયો હતો કે ફિલ્મના ડિરેક્ટર બર્નાર્ડોને ચાર મહિના જેલમાં પણ રહેવું પડ્યું હતું.

આ ફિલ્મ પર ઈટાલી, પોર્ટુગલ અને ચિલીમાં 30 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન કવિ પાઓલો પાસોલોનીએ કર્યું હતું અને આ ફિલ્મની વાર્તા પણ તેમણે જ લખી હતી. આ ફિલ્મમાં પાઓલો બોનાસેલ્લી, જ્યોર્જિયો કેટાલ્ડી, અમ્બર્ટો પાઓલો ક્વિન્ટાવલે, એલ્ડો વેલેટી, કેટેરીના બોરાટ્ટો, એલ્સા ડી જ્યોર્ગી, હેલેન સર્ગેર, સોનિયા સેવિએન્ઝ જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મ 1975માં રિલીઝ થઈ હતી, પરંતુ 150 દેશોએ રિલીઝ પહેલા જ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

Continue Reading
રાષ્ટ્રીય13 mins ago

લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ યાદવ સામે કેસ ચલાવવા ગૃહ મંત્રાલયની મંજૂરી

આંતરરાષ્ટ્રીય13 mins ago

ભારતથી યુક્રેન હથિયાર મોકલાયાનો રિપોર્ટ કાલ્પનિક

રાષ્ટ્રીય17 mins ago

જો અમે ન હોત તો જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનમાં હોત: ફારુક અબ્દુલ્લા

રાષ્ટ્રીય17 mins ago

નંદુરબારમાં ઇદના જુલૂસ દરમિયાન બે જૂથો વચ્ચે પથ્થરમારો, તોડફોડ

ગુજરાત19 mins ago

સરસ્વતીનગરમાં એન્જિનિયરનો જંતુનાશક દવા પી લઈ આપઘાત

રાષ્ટ્રીય20 mins ago

મહારાષ્ટ્રના ધુલેમાં પતિ-પત્ની-બે પુત્રોનો સામૂહિક આપઘાત, ચાર દિવસે ખબર પડી

ગુજરાત22 mins ago

ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

Uncategorized24 mins ago

વક્ફ બોર્ડ બિલ અંગે જેપીસીને 1 કરોડ 20 લાખ સૂચનો મળ્યા

ગુજરાત24 mins ago

બાંધકામની વધારાની એફએસઆઈ ખરીદીમાં હપ્તા સિસ્ટમ બંધ

ગુજરાત28 mins ago

મુખ્ય માર્ગો પર દબાણરૂપ 55 રેંકડી-કેબિન, 87 બોર્ડ, બેનર, પાથરણા જપ્ત

ગુજરાત2 days ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય7 hours ago

કાશી વિશ્વનાથન મંદિરમાં મંગળા આરતી દરમિયાન મોટી દુર્ઘટના, શોર્ટ સર્કિટના કારણે ગર્ભગૃહની ટોચ પર લાગી આગ

રાષ્ટ્રીય23 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય1 day ago

શેરબજારમાં આજે જોરદાર ઉછાળો, સેન્સેક્સ રેકોર્ડ હાઈ લેવલ પર, નિફ્ટી પહેલી વખત 25600ને પાર

ક્રાઇમ1 day ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

ગુજરાત1 day ago

સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા

ગુજરાત1 day ago

લીંબડી નજીક 120 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાંથી સળિયા દેખાયા

આંતરરાષ્ટ્રીય1 day ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

Sports1 day ago

અંડર-15 બોયઝ હોકી સ્પર્ધામાં અમરેલી સામે દાહોદની ટીમ વિજેતા

ગુજરાત1 day ago

ST વર્કશોપ પાછળ મંજૂરી વગર ચાલતા ધો.9,10ના વર્ગો

Trending