ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કાંડમાં છ તબીબો પોલીસના શરણે

ભાવનગર શહેરની મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 13 જુનિયર રેસિડેન્ટ તબીબો ઉપર અમાનુષી અત્યાચાર ગુજારી સાડા ત્રણ માસ સુધી રેગિંગ કરનારા 7…

ભાવનગર શહેરની મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 13 જુનિયર રેસિડેન્ટ તબીબો ઉપર અમાનુષી અત્યાચાર ગુજારી સાડા ત્રણ માસ સુધી રેગિંગ કરનારા 7 પૈકી 6 રેસિડેન્ટ તબીબો મોડીરાત્રે નિલમબાગ પોલીસ સમક્ષ નાટકીય ઢબે હાજર થઈ ગયા છે. જે બાદ પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂૂ કરી છે.

પોલીસ સમક્ષ હાજર થનારા રેસિડેન્ટ ડોક્ટરોમાં ડો. વીર ઉર્ફે વીરેન્દ્રસિંહ જાડેજા, ડો. પ્રવીણ વર્મા, ડો. ધર્મેન્દ્ર દયાળ, ડો. વિશાલ ડાભી, ડો. અમન વર્મા અને ડો. દિવ્ય મોદીનો સમાવેશ થાય છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય એક તબીબ ડો. જયંત દેવાણી હજુ ફરાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે રેગિંગ કરનારા આ તબીબો એન્ટિ રેગિંગ કમિટી સમક્ષ પણ હાજર થયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *