ભાવનગર સ્વામિનારાયણ ગુરુકૂળના કે.પી. સ્વામીને રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી 5 કરોડ માંગ્યા

ભાવનગર શહેરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકૂળના કે.પી. સ્વામીને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂૂ. 5 કરોડની તોડબાજી કરવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે.…

ભાવનગર શહેરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકૂળના કે.પી. સ્વામીને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂૂ. 5 કરોડની તોડબાજી કરવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. ઘોઘારોડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મહિલા, તેના ડોક્ટર પતિ તથા સાળા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી લેતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાવનગર સ્વામિનારાયણ ગુરુકૂળ ના કેશવપ્રકાશ ગુરૂૂ પુરાણી સ્વામિનારાયણ પ્રિયદાસજી (કે.પી. સ્વામી) એ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મહિલા સાથે કોઈ પણ જાતના અનૈતિક સંબંધ ન હોવા છતાં, મહિલા, તેના ડોક્ટર પતિ પ્રવીણ ભાલિયા અને તેના સાળા હિરેન ખેરાળાએ કાવતરું ઘડી તેમની પાસે મોટી રકમ પડાવવાનું આયોજન કર્યું હતું.

ગત 22 જુલાઈના રોજ આરોપીઓએ સ્વામીને રૂૂબરૂૂ મળી, જો પૈસા નહીં આપે તો સોસાયટીના માણસોને ભેગા કરી બળાત્કારના ખોટા કેસમાં બદનામ કરવાની ધમકી આપી હતી અને તે સમયે રૂૂ. 2 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ 9 ઓગસ્ટે ત્રણેય આરોપીઓએ કોન્ફરન્સ કોલ મારફત મહિલા પાસે ફોન કરાવી ફરીથી અનૈતિક સંબંધોના ઝૂઠા આક્ષેપો મૂકી રૂૂ. 5 કરોડની માગણી કરી હતી. રકમ નહીં ચૂકવે તો જેલના સળિયા પાછળ ધકેલી દેવાની અને બનાવટી પુરાવા ઉભા કરી જિંદગી બરબાદ કરવાની ધમકી આપી હતી.

આ અંગે સ્વામીની ફરિયાદના આધારે ઘોઘારોડ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 308(6), 308(7) અને 3(5) હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ મહિલા, ડોક્ટર પતિ અને સાળાની ધરપકડ કરી આગળની કાનૂની તપાસ તેજ કરી છે. આ ફરિયાદ થી ભાવનગરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *