ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા સંગઠનની નવી રચના જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્ય તથા પ્રદેશ સંગઠનના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલી આ નવી ટીમમાં જિલ્લા કક્ષાના પદાધિકારીઓ ઉપરાંત વિવિધ મોરચા અને વિભાગોની જવાબદારીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લા સંગઠનની આ નવી રચનામાં કુલ 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી, કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રી તેમજ વિવિધ વિભાગોના પદાધિકારીઓને સ્થાન આપવામાં આવ્યું છે. સંગઠનને ગ્રામ્યથી શહેર સુધી મજબૂત બનાવવાના હેતુથી તાલુકા અને શહેર પ્રતિનિધિત્વને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
નવા સંગઠનમાં જિલ્લા ઉપપ્રમુખ તરીકે રાજેશભાઈ ફાળકી, જોરસંગભાઈ પરમાર, મોહનભાઈ મકવાણા, રાજેન્દ્રભાઈ બાબરીયા, શ્રદ્ધાબેન લંગાળીયા, રાકેશભાઈ છેલાણા, ચાંઠનીબેન મહેતા, નિલ્પાબેન જોષી, જિલ્લા મહામંત્રી તરીકે ગોપાલભાઈ વાઘેલા, વિઠ્ઠલભાઈ સોરઠિયા (વી.ડી.) અને ગેમાભાઈ ડાંગરને જવાબદારી સોંપવામાં આવી છે.
જિલ્લા મંત્રીમંડળમાં ભરતભાઈ હડિયા, બનેશંગભાઈ પરમાર, ચંદ્રિકાબેન રાઠોડ, કીર્તિબેન ધુરકા, પાતાભાઈ દોરાળા, શિલ્પાબેન ડાભી, નીતિશકુમાર ભોરલીયા, જ્યોત્સનાબેન રામકબીરનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોષાધ્યક્ષ તરીકે પ્રકાશભાઈ રાણા અને કાર્યાલય મંત્રી તરીકે અભયસિંહ ચાવડા,ની નિમણૂંક કરવામાં આવી છે. સંગઠનના વિભાગોમાં પણ જવાબદારીઓ વહેંચવામાં આવી છે. સોશિયલ મીડિયા વિભાગમાં નરેશભાઈ રાઠોડ, આઈ.ટી. વિભાગમાં કરણભાઈ કાછડિયા અને મીડિયા વિભાગમાં મુકેશ કુમાર પંડિત ની નિમણૂંક કરવામાં આવી છે. જિલ્લા સ્તરના મોરચા સંગઠનોની પણ જાહેરાત કરવામાં આવી છે.
યુવા મોરચાના જિલ્લા પ્રમુખ તરીકે રવિ બારૈયાની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે મહામંત્રી તરીકે વિશુતભાઈ વાઢેર અને દિવ્યરાજસિંહ સરવૈયાને જવાબદારી આપવામાં આવી છે. મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ તરીકે અંકિતાબેન ભટ્ટ, મહામંત્રી તરીકે ગીતાબેન અને પીંકીબેન રાઠોડની નિમણૂંક કરવામાં આવી છે. કિસાન મોરચાના જિલ્લા પ્રમુખ તરીકે દિનેશભાઈ કવાડિયા અને મહામંત્રી તરીકે સુરપાલસિંહ ગોહિલ તથા લલ્લુભાઈ લાઘવા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે શૈલેશભાઈ સેટા તથા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ પરમારની નિમણૂંક કરવામાં આવી છે.
લઘુમતી મોરચાના જિલ્લા પ્રમુખ તરીકે હનીફભાઈ તુરી, મહામંત્રી તરીકે ઉસ્માનભાઈ સૈયદ અને પરવેઝખાન પઠાણને જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલે નવી ટીમના તમામ પદાધિકારીઓને અભિનંદન પાઠવી સંગઠનને તળિયાથી મજબૂત બનાવી રાજય અને કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓને જનજન સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું.
