જીવલેણ રોગચાળો વધુ એક છ માસના બાળકને ભરખી ગયો

  રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મૂકી છે અને ધીમે ધીમે રોગચાળો જીવલેણ નીવડ્યો હોય તેમ છાશવારે રોગચાળો માનવ જિંદગી ભરખી રહ્યો છે. ત્યારે વધુ…

 

રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મૂકી છે અને ધીમે ધીમે રોગચાળો જીવલેણ નીવડ્યો હોય તેમ છાશવારે રોગચાળો માનવ જિંદગી ભરખી રહ્યો છે. ત્યારે વધુ એક બનાવમાં કાલાવડ રોડ ઉપર મોટામવા વિસ્તારમાં બાંધકામ સાઇટ ઉપર કામ કરતા શ્રમિક પરિવારના છ માસના માસુમ બાળકનું ઝાડા ઉલટીની બીમારી સબબ મોત નિપજતા શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં કાલાવડ રોડ ઉપર મોટામવા વિસ્તારમાં મટુકી રેસ્ટોરન્ટની બાજુમાં નવનિર્મિત બિલ્ડીંગમાં કામ કરતા શ્રમિક પરિવારનો વિષ્ણુ રસુલભાઈ બારીયા નામના છ માસના માસુમ બાળકને ઝાડા ઉલટીની બીમારી સબબ જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી રજા મળતા પરિવાર માસુમ બાળકને ઘરે લઈ ગયો હતો. માસુમ બાળકની ફરી તબિયત લથડતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. માસુમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાળકના પિતા રસુલ બારીયા નવનિર્મિત બિલ્ડીંગમાં કડીયા કામ કરે છે. મૃતક બાળક એક ભાઈ બે બહેનમાં નાનો હતો. માસુમ બે દિવસની ઝાડા ઉલ્ટીની બીમારીમાં સપડાયા બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *