શહેરના ભગવતીપરા આશાબા પીર દરગાહ રોડ દેવીપુજક વાસ ની પાસે નદીના કાંઠે જાહેરમાંથી જુગાર રમતા હોવાની બાતમીને આધારે સાત શખ્સોને પકડી 28 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
એલસીબી ઝોન.1ની ટીમના પીએસઆઇ બી.વી. ચુડાસમા, એ.એસ.આઇ. મનરૂૂપગીરી ગોસ્વામી, હરેશભાઇ પરમાર, હિતેશભાઇ પરમાર, જગદીશસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા અને રવિરાજભાઈ પટગીર સહિતના સ્ટાફે બાતમીને આધારે ભગવતીપરા આશાબા પીર દરગાહ રોડ દેવીપુજક વાસ ની પાસે નદીના કાંઠે જાહેરમાં દરોડા પાડી વલ્લભભાઇ બહાદુરભાઇ ઉઘરેજીયા (રહે ભગવતીપરા આશાબા પીર દરગાહ રોડ દેવીપુજક વાસ નદીના કાંઠે રાજકોટ),વિક્રમભાઇ પરબતભાઇ સોલંકી(રહે ક્રીષ્ના પાર્ક પોપટપરા રેલનગર આસ્થા ચોક ગીનીબેન સોલંકીના મકાનમાં ભાડેથી રાજકોટ),વિશાલ જયેશભાઈ ઉઘરેજીયા(રહે. ભગવતીપરા આશાબા પીર દરગાહ રોડ દેવીપુજક વાસ નદીના કાંઠે રાજકોટ),હરેશ સુરેશભાઇ ઉઘરેજીયા (રહે. ભગવતીપરા આશાબા પીર દરગાહ પાસે દેવીપુજકવાસ રાજકોટ),કિરણભાઇ કનુભાઇ ઉઘરેજીયા(રહે ભગવતી પરા આશાબા પીર દરગાહની રોડ દેવીપુજક વાસ નદીના કાંઠે રાજકોટ) અને સંજય વજાભાઇ ઉઘરેજીયા (રહે.ભગવતી પરા આશાબા પીર દરગાહની રોડ દેવીપુજક વાસ નદીના કાંઠે રાજકોટ) અને જયેશભાઇ ભનુભાઇ ઉઘરેજીયા(રહે.ભગવતી પરા આશાબા પીર દરગાહની રોડ દેવીપુજક વાસ નદીના કાંઠે રાજકોટ)ની ધરપકડ કરી 28 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે બીજા દરોડામાં મોરબી રોડ લાતી પ્લોટ શેરી.10માં જાહેરમાં જુગાર રમતા મનીષ નાનાલાલ ભીંડોરા,ખોડા સોમાભાઈ હંડા, ખેતુબેન મેરુભાઈ હાલા, ખેરુન ઇસુબ હાલા અને દૂધીબેન નરશીભાઈ રાજાણીને ઝડપી 4220નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ કામગીરી બી ડિવિઝનના એએસઆઈ એ.એચ.ગોહિલ અને હાર્દિકભાઈ ગાજીપરાએ કામગીરી કરી હતી.ત્રીજા દરોડામાં રૈયાધાર મફતિયાપરામાં 12 માળીયા કવાર્ટર પાસે જુગાર રમતા સલીમ કાસમ સોરા, વશરામ ઉકાભાઈ સોહેલિયા,રવિ ભૂરા ઠાકુર,કાનજી ઉકા સોહેલિયા અને સમીર હનીફ દલને પકડી રૂૂ.5940નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
