સોની બજારમાં ઉછીનું આપેલું છ ગ્રામ સોનું પરત માંગી બંગાળી કારીગરનો મિત્ર પર એસીડ એટેક

સોની બજારમાં ઉછીનું આપેલું સોનુ પરત માંગતા ઝઘડો થયો હતો. જેમાં સોની બંગાળી કારીગરને માર મારી એસીડ એટેક કરાયો હતો. શરીરે દાઝી જતા મહંમદ નજીમુદ્દીન…

સોની બજારમાં ઉછીનું આપેલું સોનુ પરત માંગતા ઝઘડો થયો હતો. જેમાં સોની બંગાળી કારીગરને માર મારી એસીડ એટેક કરાયો હતો. શરીરે દાઝી જતા મહંમદ નજીમુદ્દીન નામના 26 વર્ષીય યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

ફરિયાદમાં મહંમદ નજીમુદ્દીન અબ્દુલમનન હલદર (ઉ.વ. 26, રહે.સોની બજાર જુની ગધીવાડ સિલ્વર દુકાન, રાજકોટ)એ જણાવ્યું કે, મારું મુળ વતન પશ્ચિમ બંગાળ છે. હું રાજકોટમાં મારા સગા – સંબંધીઓ સાથે રહું છું અને સોની કામની છુટક મજૂરી કં છું. હું રાજકોટ સોની બજારમાં આશરે 14 વર્ષથી રહું છું. અમે બંગાળી મિત્રો જેમા હું તથા (1) પુલ્લકભાઈ ઘરાઈ (2) અબ્બાસ અખ્તારભાઈ શેખ તથા (3) સફીક ઉલ રહેમાન (4) શેખ મૌદુલ (5) શેખ સલીમ એમ અમો બધા મિત્રો ભેગા મળી સોનાની વીસી (વેન્ચર કેપિટલ) યુનીટી બનાવેલ હતી. જેમાં અમો બધાને દર મહીને થોડુ થોડુ સોનુ અમારા આ વી. સી. યુનીટમાં જમા કરવાનું હોય છે.

જેને જરૂૂર પડે તેને ઉપાડ તરીકે લેતા હોય છીએ નિયત સમયે તે સોનુ પરત અમારી આ યુનિટમાં જમા કરવાનું હોય છે. આ વી. સી.નુ સંચાલન અબ્બાસ અતારભાઈ શેખ કરતો હતો અને તેમાંથી મેં આશરે 20 ગ્રામ જેટલુ ફાઇન સોનુ આશરે ત્રણ મહીના પહેલા ઉપાડ તરીકે લીધેલ હતુ. આશરે કટકે કટકે 14 ગ્રામ ફાઇન સોનુ જમા કરાવેલ હતું. 6 ગ્રામ ફાઇન સોનુ મારે બધા મિત્રોએ બનાવેલ વી. સી. યુનિટમાં જમા કરવાનું મારે બાકી હતું. જે જમા કરાવવા અંગે મારો મિત્ર અબ્બાસ આવાર નવાર મને કહ્યા કરતો હતો. પરંતુ મારી પાસે સગવડતા થઈ નહોતી એટલે અબ્બાસ મારી સાથે અવાર નવાર ઝગડાઓ કરતો હતો.

ગઈ તા.29/12/2025 ના રોજ બપોરના આશરે એકાદ વાગ્યાની આસપાસ હું તથા પુલ્લક વસઈ તથા અબ્બાસ શેખ, તેનો ભાણેજ શાહરૂૂખ બધા સોની બજારમાં માંડવી ચોકમાં હિરેન ચેમ્બર બીજા માળે આવેલ અબ્બાસની દુકાને હતા, સોની કામની મજૂરી કરતા હતા ત્યારે અબ્બાસ (રહે.ભગવતી પરા, રાજકોટ)એ મારી સાથે 6 ગ્રામ ફાઇન સોનુ વી. સી.માં જમા કરાવવા વાત કરી. મેં કહ્યું હાલ મારી પાસે સગવડતા નથી.

મારી પાસે સગવડતા થશે ત્યારે હું જમા કરાવી દઈશ. તેમ કહેતા અબ્બાસ મને અપશબ્દો કહેવા લાગ્યો. મેં અપશબ્દ કહેવાની ના પાડતા મને માર મારવા લાગેલ. દરમ્યાન તેની દુકાનમાં સોનુ ગાળવાનું એસીડ હતું. તે એસીડનો ડબ્બો મારાં ઉપર ફેંકેલ હતો. જેથી મને (1) પીઠના ભાગે (2) ડાબા હાથે કોણીના ભાગે (3) ગળાના ભાગે તથા (4) હોઠના ભાગે (5) બન્ને હાથના અંગુઠા પાસે પંજા ઉપર એસીડ ઉડતા હું દાઝી ગયેલ હતો. પહેલા મને ગુંદાવાડી હોસ્પિટલમાં લઈ ગયા. પછી ત્રંબા ગામ બસ સ્ટેન્ડ પાસે આવેલ શ્રી હરિ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યાંથી અબ્બાસ મને તેના ઘરે લઈ ગયેલ હતો.ઘરેથી દવા લેતો હતો. દરમ્યાન શરીરે દુ:ખાવો થતા મે મારા મિત્ર બિલાલભાઈને સંપુર્ણ બનાવની વાત કરતા તે મને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *