યુવાને સારવારમાં દમ તોડી દીધો, પરિવારમાં શોક
મોરબીના લીલાપર ગામ નજીક સ્પીડ બ્રેકર આવતા એકટીવાને બ્રેક મારતા એકટીવા સ્લીપ થયું હતું અકસ્માતમાં નીચે પડી જતા એકટીવા ચાલક યુવાનનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
મોરબીના નાની વાવડી ગામે સમજુબા સોસાયટીમાં રહેતા પુજાબેન સંદીપભાઈ જાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પતિ સંદીપભાઈ મધુસુદનભાઈ જાની (ઉ.વ.34) વાળા ગત તા. 26-12-25 ના રોજ રાત્રીના દશેક વાગ્યાના અરસામાં એકટીવા જીજે 36 એએસ 3919 લઈને કંપનીમાં કામ અર્થે જતા હતા અને લીલાપર ગામ પાસે લાડલી પાર્ટી પ્લોટ નજીક સ્પીડ બ્રેકર આવતા એકદમ બ્રેક મારતા એકટીવા સ્લીપ થયું હતું અને સંદીપભાઈ જાની પડી જતા માથામાં અને છાતી તેમજ શરીરના ભાગે ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
