એશિયન ગેમ્સની સુવિધાથી BCCI નારાજ, B ટીમ મોકલવા વિચારણા

  આગામી મહિને જાપાનમાં એશિયન ગેમ્સ-2026 રમાવાની છે, જ્યાં ભારતીય ક્રિકેટ ટીમ ગોલ્ડ મેડલ ડિફેન્ડ કરવા માટે ઉતરશે. પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યાં છે…

 

આગામી મહિને જાપાનમાં એશિયન ગેમ્સ-2026 રમાવાની છે, જ્યાં ભારતીય ક્રિકેટ ટીમ ગોલ્ડ મેડલ ડિફેન્ડ કરવા માટે ઉતરશે. પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યાં છે કે જાપાનમાં જે સ્થળ પર ક્રિકેટ મેચ રમાવાની છે, ત્યાંની સુવિધાથી બીસીસીઆઈ સંતુષ્ટ નથી અને તેવામાં ટીમમાં ફેરફાર કરી શકે છે.

જાપાનમાં જે સ્થળે ક્રિકેટ મેચ રમાવાની છે, ત્યાં ડ્રેસિંગ રૂૂમથી લઈને વોશરૂૂમ જેવી વ્યવસ્થાથી BCCI સંતુષ્ટ નથી અને તેથી તે પોતાની બી ટીમ મોકલી શકે છે. જાપાનના એચી-નાયોગામાં આ વખતે એશિયન ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે, જેમાં ક્રિકેટ પણ સામેલ છે. ગેમ્સની શરૂૂઆત તો 19 સપ્ટેમ્બરથી થશે પરંતુ તેમાં મહિલા ક્રિકેટના મુકાબલા 17 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી રમાશે. તો પુરૂૂષ ક્રિકેટનું આયોજન 24 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી થશે. બંને ઈવેન્ટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવી એશિયાની મજબૂત ટીમ ભાગ લઈ રહી છે.

આ બંને ઈવેન્ટ માટે બીસીસીઆઈએ એક મજબૂત ટીમ પસંદ કરી છે, જેમાં મુખ્ય ખેલાડીઓ સામેલ છે. પરંતુ હવે તેમ લાગી રહ્યું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ ટીમમાં ફેરફાર કરી શકે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ક્રિકેટ માટે જે સ્થળ પસંદ કરવામાં આવ્યું છે, ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ અને વ્યવસ્થાઓથી BCCI અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ સંતુષ્ટ નથી.

ANI ના આ રિપોર્ટમાં BCCI સૂત્રના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે જે મેદાનમાં મેચ યોજાશે, ત્યાં ખેલાડીઓને તૈયાર થવા માટે ટેન્ટ લગાવવામાં આવી રહ્યાં છે, જેનો ડ્રેસિંગ રૂૂમની જેમ ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહીં ખેલાડીઓ માટે જે વોશરૂૂમ છે, તે આ ટેન્ટથી આશરે 500 મીટર દૂર છે. આ સિવાય જે હોટલમાં ખેલાડીઓ રહેવાના છે, તે પણ ખુબ નાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *