મહિલા સમાનતા નહીં, મહિલા સન્માન – ભારતની સૌથી મોટી જરૂરિયાત

આજનાં સમયમાં સૌથી ગંભીર કોઈ વિષય હોય તો તે છે, મહિલાનું સન્માન અને સમાનતા. આજે આપણે ચંદ્ર પર પહોંચી ગયા છીએ , અઈં ટેક્નોલોજી વિકસાવી…

આજનાં સમયમાં સૌથી ગંભીર કોઈ વિષય હોય તો તે છે, મહિલાનું સન્માન અને સમાનતા. આજે આપણે ચંદ્ર પર પહોંચી ગયા છીએ , અઈં ટેક્નોલોજી વિકસાવી રહ્યા છીએ, વિશ્વ સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ, આમ છતાં કોઈ દીકરી માત્ર ને માત્ર દીકરી હોવાના લીધે પોતાનાં સપનાઓ છોડવા મજબૂર બને કે કોઈ મહિલા અસુરક્ષાનો અનુભવ કરે અથવા તો કોઈ માતાને પોતાનાં અસ્તિત્વ માટે સંઘર્ષ કરવો પડે તો આપણો વિકાસ હજુ અધૂરો છે.

આપણાં પરંપરાગત ચાલતા આવતાં સમાજમાં સૌથી મોટી ભૂલ એ છે કે આપણે દીકરીઓને મજબૂત બનવાનું શીખવીએ છીએ પરંતુ દીકરાઓને સ્ત્રીનું સન્માન કરવાનું શિક્ષણ પૂરતું આપતાં જ નથી. પરિણામે મહિલાઓને પોતાની સુરક્ષા અંગે સતત સાવચેતી રાખવી પડે છે. સમાનતા કરતાં આજે જરૂૂરી છે કે દરેક ઘરે દીકરાઓને બાળપણથી જ શીખવવામાં આવશે કે કોઈપણ સ્ત્રી તેની માલિકી નહીં પણ સમાન અધિકાર ધરાવતી એક સ્વતંત્ર વ્યક્તિ છે. તેનાં પર માલિકી જમાવવાનું તદ્દન વાહિયાત છે.

એક પુરુષ પોતાની માતાના પગે માથું નમાવે ત્યારે એ ભૂલી જાય છે કે રસ્તા પર ચાલતી દરેક મહિલા પણ કોઈની માતા, બહેન કે દીકરી છે. જો ઘરમાં મહિલાનું સન્માન જાળવીએ અને બહારની મહિલાઓને અપમાનિત કે વસ્તુ તરીકે જોઈએ, તો તે સન્માન નહીં પણ માત્ર દેખાડો છે. સાચા સંસ્કાર એ છે કે દરેક મહિલાને એક માનવી તરીકે માન આપવામાં આવે. “Wemen’s equality day” ના દિવસે મહિલાઓને શુભેચ્છા આપવા કરતાં દરેક પુરુષ પોતાની જાતને એક જ પ્રશ્ન કરે, શું હું દરેક મહિલાને એટલું જ સન્માન આપું છુ જેટલું હું મારાં માટે ઈચ્છું છું??

હજુ આજના રૂઢિચુસ્ત ઘરોથી ઉછરેલ પુરુષ સોશિયલ મીડિયા પર મહિલાઓની સફળતાની પોસ્ટ હશસય અને તવફયિ બંને કરશે. જયારે એ જ પુરુષ, પોતાનાં ઘરની દીકરી કે જીવનસાથી કોઈ મોટા સપનાઓ જોશે તો તેને પ્રોત્સાહન આપવામાં પોતાનો ઈગો આગળ ધરશે. અથવા તું ફક્ત ઘર સંભાળ, તારે બીજું કઈ કરવાની જરૂૂર નથી જેવા અનેક વાક્યોથી નીચે પાડી દેશે. વાસ્તવમાં સ્ત્રીને વસ્તુ તરીકે જોવી, દેવી તરીકે જોવી કે હજાર હાથવાળી શક્તિ તરીકે જોવી એ પુરુષને પોતાનાં જ પરિવારથી શીખવાડાય છે. એટલે જ આપણાં સમાજમાં હજુ સ્ત્રીઓ પ્રત્યેનું રૂૂઢિચુસ્ત વલણ જે પુરૂૂષનાં મગજ પર હાવી થઈ ગયું છે તે નીકળતું નથી. કારણકે પરિવાર જ પુરુષને પોતાનો અહમ સંતોષવા મોકળો માર્ગ આપે છે.

સમાજની વર્ણવ્યવસ્થા પ્રમાણે સ્ત્રીઓ ઘરના જ કામ કરી શકે. આ વાતને વર્ષોનાં વર્ષો વીતી ગયા. જો બધે પરિવર્તન જરૂૂરી છે તો આવા વિચારો પર પણ પરિવર્તન એટલું જ જરૂૂરી છે. એનો મતલબ એ તો નથી જ થતો કે બધા ઘરથી બહાર કામ કરે તો જ સમાનતા કહેવાય. અહીં મારો કહેવાનો મતલબ એટલો જ છે કે સ્ત્રીને પોતાનાં નિર્ણયો લેવાની પૂરતી છૂટ મળવી જ જોઈએ. ઘરકામ કોઈ ખરાબી નહીં પરંતુ એ કામને પુરુષો એટલું નિમ્ન કક્ષાનું ગણાવી રહ્યા છે કે, મહિલાઓને નાછૂટકે આ નિમ્ન કક્ષાના કામથી છૂટકારો જોઈએ છે.

ભારત દેશ સ્વતંત્ર થયો એને વર્ષો વીત્યા પણ સ્ત્રી પહેલા પણ પુરુષ પર નિર્ભર હતી અને આજે પણ કોઈપણ નિર્ણયો લેવા માટે સ્વતંત્ર નથી જ. વાસ્તવમાં દેવતાઓ તો સ્ત્રીઓને દેવી તરીકે જ સન્માન આપતાં. તેમ રાક્ષસો કે અસુરો સ્ત્રીઓને ઉપભોગતાનું સાધન જ ગણતા. તો આજે દરેક પુરુષે ખાસ વિચારવા જેવું છે કે, પોતાની બુદ્ધિ દેવતા જેવી છે કે રાક્ષસો જેવી. આપણે જીવનમાં કઈ ના કરી શકીએ તો કઈ નહીં પણ સ્ત્રીને સન્માન આપતાં જરૂૂર શીખીએ.

અંતમાં, જ્યાં મહિલાનું સન્માન થાય છે, ત્યાં પ્રેમ જન્મે છે. જ્યાં પ્રેમ હોય, ત્યાં વિશ્વાસ જન્મે છે. જ્યાં વિશ્વાસ હોય ત્યાં જ એક ઉજ્જવળ, સુરક્ષિત અને સુખી સમાજનું નિર્માણ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *