વિશાળ સ્ક્રીન પર ફેમિલી સાથે મફત મેચ માણી શકાશે
IPLની 19મી સીઝન 28 માર્ચથી શરૂૂ થવાની છે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. દરમિયાન IPL મેચની ટિકિટ માટેની પડાપડી પહેલેથી જ શરૂૂ થઈ ગઈ છે. આ ઉત્સાહ વચ્ચે BCCI એ ચાહકો માટે એક મોટી ભેટ આપી છે. દર વર્ષની જેમ બોર્ડે ફરી એકવાર ચાહકો માટે ’ફેન પાર્ક’ની વ્યવસ્થા કરી છે, જ્યાં તમે વિશાળ સ્ક્રીન પર લાઇવ મેચ સંપૂર્ણપણે મફતમાં જોઈ શકો છો.
BCCI IPL 2026 સીઝનના પ્રથમ તબક્કા માટે ફેન પાર્કની જાહેરાત કરી છે. દરેક સીઝનમાં BCCI IPL ઉત્સાહીઓ માટે ફેન પાર્કનું આયોજન કરે છે, જેનાથી ક્રિકેટ ચાહકો કોઈપણ ખર્ચ વિના મોટી કઊઉ સ્ક્રીન પર લાઇવ મેચનો આનંદ માણી શકે છે. જો તમે તમારા મિત્રો અને પરિવાર સાથે ખુલ્લા વાતાવરણમાં ક્રિકેટનો રોમાંચ અનુભવવા માંગતા હો, તો IPL ફેન પાર્ક એક બેસ્ટ સ્થળ છે. લાઇવ મેચ ટેલિકાસ્ટ ઉપરાંત આ સ્થળોએ ફેમિલી ઝોન, કિડ્સ ઝોન, ફૂડ અને બેવરેજ સ્ટોલ તેમજ JioCinema એક્સપિરિયન્સ ઝોનનો સમાવેશ થાય છે. IPL 2026ના પ્રથમ ત્રણ અઠવાડિયા દરમિયાન 11 રાજ્યોના કુલ 15 શહેરોમાં ફેન પાર્કનું આયોજન કરવામાં આવશે.
શેડ્યૂલ મુજબ, 2026 સીઝનના પ્રથમ અઠવાડિયા દરમિયાન 28 અને 29 માર્ચે રોહતક, ભોપાલ, તુમાકુરુ, નાગપુર અને કૃષ્ણા નગરમાં ફેન પાર્કનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ બીજા અઠવાડિયામાં 4 અને 5 એપ્રિલે મથુરા, જોધપુર, નિઝામાબાદ, મૈસુરુ અને ભુવનેશ્વરમાં ફેન પાર્ક સ્થાપિત કરવામાં આવશે. છેલ્લે ત્રીજા અઠવાડિયામાં 11 અને 12 એપ્રિલના રોજ ક્રિકેટ ચાહકો મેરઠ, નડિયાદ, રત્નાગિરી, કોઈમ્બતુર અને રાઉરકેલામાં ફેન પાર્કનો અનુભવ માણી શકશે.
