ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ખજાનામાં દર વર્ષે હજારો કરોડનો વધારો થઈ રહ્યો છે. વિશ્વની સૌથી મોટી T20 ટુર્નામેન્ટ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ આમાં મુખ્ય ભૂમિકા ભજવી છે, અને આ સતત ચાલુ છે. માર્ચમાં આઈપીએલની 19મી સીઝન શરુ થવા જઈ રહી છે. આ પહેલા ફરી એક વખત કેટલીક કંપનીઓ બીસીસીઆઈની સાથે છે. જે દુનિયાની સૌથી મોટી ટેક્નોલોજી કંપનીમાં સામેલ ગુગલ સાથે છે. ભારતીય બોર્ડે ગુગલના આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ પ્લેટફોર્મ સાથે આ ડીલ કરી છે.
પીટીઆઈના એક રિપોર્ટમાં બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને આ બ્લોકબસ્ટર ડીલનો ખુલાસો થયો છે. જે મુજબ આગામી 3 આઈપીએલ સીઝન માટે લીગનું AI સ્પોન્સર હશે. એવું કહેવાય છે કે આ ત્રણ વર્ષની આ 3 ડીલની કુલ કિંમત 270 કરોડ છે. આનો અર્થ એ થયો કે ભારતીય બોર્ડને ૠજ્ઞજ્ઞલહય તરફથી વાર્ષિક 90 કરોડ મળશે.
દુનિયાભરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ’AI ’ દરેક મોરચે ક્રિકેટના વધતા ઉપયોગ અને ક્રિકેટ એનાલિસિસમાં તેની મોટી ભૂમિકાને ધ્યાનમાં રાખીને ગૂગલ અને બીસીસીઆઈ વચ્ચેનો આ ડીલ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે,આ AI ને લઈ ભારતીય બોર્ડની આ પહેલી પાર્ટનરશિપ નથી. સૌથી ફેમસ AI પ્લેટફોર્મ અને ગુગલનું સૌથી મોટું હરીફ, ઓપનએઆઈનું ‘ચેટજીપીટી’, મહિલા પ્રીમિયર લીગ (ઠઙક 2026) ની વર્તમાન સીઝનમાં મુખ્ય સ્પોન્સરની ભૂમિકા ભજવી રહ્યું છે.
ક્રિકેટ એનાલિસિસ સિવાય ભારતમાં આ બંન્ને AI પ્લેટફોર્મને સામાન્ય યુઝર્સ પણ ખુબ ઉપયોગ કરી રહ્યું છે. આ માટે બંન્ને દિગ્ગજ કંપની ભારતીય ક્રિકેટ ચાહકો વચ્ચે પોતાની એક મજબુત ઓળખ કરવા માટે મોટી રકમ ખર્ચ કરી રહી છે.BCCIના ખોળાામાં પૈસાનો વરસાદ થઈ રહ્યો છે.
