રામની પ્રતિમા મુદ્ે બાંગ્લાદેશી હિન્દુઓનું એલાને-જંગ

  બાંગ્લાદેશમાં ફરી એક વાર હિંદુઓ રસ્તા પર ઉતર્યા છે અને હિંદુત્વનો નાદ ગાજી રહ્યો છે. હિંદુઓના આક્રોશનું કારણ ભગવાન રામની 81 ફૂટ ઊંચી પ્રતિમા…

 

બાંગ્લાદેશમાં ફરી એક વાર હિંદુઓ રસ્તા પર ઉતર્યા છે અને હિંદુત્વનો નાદ ગાજી રહ્યો છે. હિંદુઓના આક્રોશનું કારણ ભગવાન રામની 81 ફૂટ ઊંચી પ્રતિમા રોકી દેવાઈ છે. હિંદુઓના 72 કલાકના અલ્ટિમેટમ પછી પણ સરકાર કોઈ પગલાં નહીં લે તો દેશવ્યાપી આંદોલન થશે. હિંદુ મહાજોટે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, રામ મૂર્તિનું નિર્માણ ફરીથી શરૂૂ કરવા દેવામાં નહીં આવે તો બાંગ્લાદેશના તમામ 64 જિલ્લામાં એક પછી એક રામ મંદિરનું નિર્માણ કરશે. હિંદુઓ પ્રચંડ વિરોધ કરશે ને તેનું ટ્રેલર હિંદુઓ અત્યારે બતાવી રહ્યા છે.

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હજારો હિંદુઓ ઉમટી પડ્યા અને ‘જય શ્રી રામ’ના જયઘોષનો ટંકાર કરીને સરકાર તથા કટ્ટરવાદીઓને મેસેજ આપી દેવાયો કે, બાંગ્લાદેશમાં હિંદુઓ ભલે ઓછા હોય પણ બંગડીઓ પહેરીને બેઠા નથી. બાંગ્લાદેશમાં હિંદુઓને ટાર્ગેટ કરવાની વાત નવી નથી. શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભાગ્યાં એ પહેલાંથી હિંદુઓ પર હુમલા શરૂૂ થઈ ગયેલા. હસીના ભાગ્યાં પછી બાંગ્લાદેશ પર લશ્કરનો કબજો થઈ ગયેલો તેથી કટ્ટરવાદીઓ ફાટીને ઘુમાડે ગયેલા. ઓગસ્ટ 2024માં શેખ હસીના સરકારના પતન પછી બાંગ્લાદેશમાં હિંદુઓ સહિત લઘુમતીઓ પર 2,839 હુમલા થયા છે.

આશરે 22 કરોડ બાંગ્લાદેશી ટાકા એટલે કે લગભગ રૂૂ. -15.6 કરોડના ખર્ચે હાધ ધરાયેલા પ્રોજેક્ટમાં ભગવાન રામની 81 ફૂટ ઊંચી પ્રતિમા ઉપરાંત ભગવાન કૃષ્ણની 50 ફૂટની પ્રતિમા અને ભગવાન શિવની 30 ફૂટની પ્રતિમા પણ બનવાની છે તેમાંથી ભગવાન રામની પ્રતિમાનું લગભગ 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે તેથી મુસ્લિમ કટ્ટરવાદીઓના પેટમાં તેલ રેડાયું છે. હિંદુઓ મજબૂત બની ના જાય તેથી તેમણે આ પ્રોજેક્ટ ભારતની મદદથી બની રહ્યો હોવાના આક્ષેપો પણ કર્યા છે. હિંદુઓ તેને ગણકાર્યા વિના પ્રોજેક્ટને આગળ ધપાવ્યો તેથી મુસ્લિમ કટ્ટરવાદીઓ સાવ નીચતા પર ઉતરી આવ્યા છે.

બાંગ્લાદેશી હિંદુઓ પાસેથી ભારતના હિંદુઓએ મર્દાનગીના પાઠ શીખવાની જરૂૂર છે. બાંગ્લાદેશની વસતીમાં હિંદુઓનું પ્રમાણ 8 ટકાથી પણ ઓછું છે. 18 કરોડની કુલ વસતીમાં માંડ 1.50 કરોડની આસપાસ હિંદુઓ છે પણ આ હિંદુઓ હિંદુત્વની રક્ષા માટે લડે છે, ઝઝૂમે છે. આ પૈકી મોટા ભાગના હિંદુઓ મધ્યમ વર્ગીય અથવા ગરીબ છે. બીજી તરફ તરફ ભારતીય હિંદુ વધુ ને વધુ કાયર બનતો જાય છે. તેના કારણે હિંદુત્વના સિદ્ધાંતોને છોડીને વ્યક્તિપૂજામાં ખૂંપી ગયો છે. ચોક્કસ વ્યક્તિઓના કારણે જ હિંદુ ને હિંદુઓ સલામત છે એના બકવાસ કુપ્રચારનો ભાગ પણ બની ગયો છે, ભારતીય હિંદુઓની કાયરતાનો તાજો પુરાવો અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં થયેલી ચોરી સામે હિંદુઓની ચૂપકીદી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *