મલયાલમ ફિલ્મ લવર્સ માટે ખુશીના સમાચાર છે. વેમ્પાયર એક્શન થ્રિલર ‘હાફ‘નું સપ્ટેમ્બરમાં ટીઆઈએફએફમાં વર્લ્ડ પ્રીમિયર થશે. ફ્રેગ્રન્ટ નેચર ફિલ્મ ક્રિએશન્સની મલયાલમ વેમ્પાયર એક્શન થ્રિલર ‘હાફ‘નો આ સપ્ટેમ્બરમાં પ્રતિષ્ઠિત ટોર્ન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના મિડનાઇટ મેડનેસ વિભાગમાં વર્લ્ડ પ્રીમિયર થશે. આ પ્રોડક્શન કંપની અને તેની આ નવી ફિલ્મ માટે એક મોટી સિદ્ધિ છે.
‘હાફ‘ નું નિર્દેશન સમજાદે કર્યું છે, જ્યારે તેની વાર્તા પ્રવીણ વિશ્વનાથ અને સમજાદે લખી છે. ફિલ્મમાં રંજીત સજીવ, ઐશ્વર્યા રાજ, અબ્બાસ અને અમલા પોલ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. એન સજીવ અને સજીવ પી.કે. દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મ રોડ એક્શન, બદલો અને વેમ્પાયર દંતકથાને એકસાથે જોડે છે. તેની વાર્તા બે હાફ-બ્લડ વેમ્પાયર્સની આસપાસ ફરે છે, જેઓ લોહીની શોધમાં નીકળ્યા છે.
