હું પ્રથમ 10 ઓવરનો સંપૂર્ણ લાભ લેવા માગતો હતો: સૂયવંશી

  રવિવારે ભારત એ એ શ્રીલંકા અને 66 રનથી હરાવીને ODI ટ્રાય સિરીઝ જીતી છે. દામ્બુલામાં 377/9નો સ્કોર કર્યા પછી, ભારત એએ શ્રીલંકા અને 47.1…

 

રવિવારે ભારત એ એ શ્રીલંકા અને 66 રનથી હરાવીને ODI ટ્રાય સિરીઝ જીતી છે. દામ્બુલામાં 377/9નો સ્કોર કર્યા પછી, ભારત એએ શ્રીલંકા અને 47.1 ઓવરમાં 311 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ફાઇનલમાં યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશીના બેટે ધૂમ મચાવી છે. તેણે 29 બોલમાં 94 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને આઠ છગ્ગાનો સમાવેશ થાય છે.

IPL 2026માં વિનાશ વેર્યા પછી, 15 વર્ષીય સૂર્યવંશી ત્રિકોણીય શ્રેણીની ચાર મેચમાં ખાસ પ્રભાવ પાડવામાં નિષ્ફળ ગયો, તેણે 14, 44, 21 અને 38 રન બનાવ્યા. જો કે, ફાઇનલમાં સૂર્યવંશી એક અલગ લયમાં હતો, તેણે શ્રીલંકાના બોલરોને તોડી નાખ્યા. તેણે 11 બોલમાં અડધી સદી ફટકારીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો. ફાઇનલ પછી સૂર્યવંશીએ કડવું સત્ય સ્વીકાર્યું, અને કહ્યું કે તે સિરીઝની શરૂૂઆતની મેચોમાં તેની યોજનાનો અમલ કરી શક્યો નહીં.

પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યા પછી, સૂર્યવંશીએ કહ્યું કે, મેં વધારે વિચાર્યું નહીં. હું પ્રથમ 10 ઓવરનો સંપૂર્ણ લાભ લેવા માંગતો હતો. મેં જે યોજના બનાવી હતી તેને અમલમાં મૂકવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. શું સૂર્યવંશી દબાણમાં હતો કારણ કે ટ્રાય સિરીઝ દરમિયાન બધાની નજર તેના પર હતી? યુવા સેન્સેશને જવાબ આપ્યો કે, કોઈ દબાણ નહોતું. જો કે, હું જે ઇચ્છતો હતો તે કરી શક્યો નહીં. તેથી, મેં કોચ સાથે વાત કરી અને વ્યવહારમાં તે બાબતો પર કામ કર્યું. આજે પ્લાનનો સંપૂર્ણ અમલ થયો, અને પરિણામો પોતાને દેખાડ્યા.

સૂર્યવંશીએ ટ્રાય સિરીઝ શું શીખ્યા? તેમણે કહ્યું કે, હું ઘણું શીખ્યા. મેં 50 ઓવરનું ઘણું ક્રિકેટ રમ્યું છે. લોકોને તેનો ખ્યાલ નથી. અલગ અલગ પરિસ્થિતિઓમાં અને અલગ અલગ પીચ પર રમવાની મજા આવી. આ એક સારી સિરીઝ હતી. સૂર્યવંશીએ લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદીનો 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. આ પહેલા, આ રેકોર્ડ શ્રીલંકાના કૌશલ્યા વીરારત્નેના નામે હતો. વીરારત્ને 2005માં 12 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. સૂર્યવંશી લિસ્ટ અ ક્રિકેટમાં સંયુક્ત રીતે સૌથી ઝડપી સદી ફટકારવાની નજીક હતા, પરંતુ નવમી ઓવરમાં તેઓ મિડ-ઓફ પર કેચ આઉટ થયા. તે સમયે, ભારત અનો સ્કોર 132 હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *