બનારસ એક્સ. આવતીકાલે 40, દુરંતો 3 માર્ચ સુધી 15 મિનિટ મોડી

ચાર ટ્રેન રદ, ચાર આંશિક રીતે રદ અને 7 ટ્રેનો મોડી દોડશે, સૌરાષ્ટ્ર મેલ પડધરી નહીં ઊભી રહે: ડબલિંગની કામગીરી અંતર્ગત ટ્રેનો પ્રભાવિત રાજકોટ ડિવિઝનમાં…

ચાર ટ્રેન રદ, ચાર આંશિક રીતે રદ અને 7 ટ્રેનો મોડી દોડશે, સૌરાષ્ટ્ર મેલ પડધરી નહીં ઊભી રહે: ડબલિંગની કામગીરી અંતર્ગત ટ્રેનો પ્રભાવિત

રાજકોટ ડિવિઝનમાં રાજકોટ-હાપા સેક્શનમાં સ્થિત પડધરી-ચણોલ-હડમતિયા ખાતે ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 20 ફેબ્રુઆરીથી 4 માર્ચ, 2025 સુધી રેલ ટ્રાફિક પ્રભાવિત થશે. ચાર ટ્રેન રદ કરાઇ છે. જયારે ચાર ટ્રેન આંશિક રદ કરાઇ છે. બે ટ્રેન રીશેડયુલ કરાઇ, સાત ટ્રેન રસ્તામાં મોડી અને એક ટ્રેનનો સ્ટોપ રદ કરાયો છે.
કામગીરીના કારણે ટ્રેન નં. 59551 રાજકોટ-ઓખા લોકલ 20.02 થી 04.03 સુધી, ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સ્પેશિયલ 26.02થી 01.03 સુધી રદ રહેશે.

ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 19.02 થી 02.03 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે. સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 20.02 થી 03.03 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે ટ્રેન નં. 22959 વડોદરા-જામનગર ઇન્ટરસટી એક્સપ્રેસ 20.02 થી 03.03 સુધી વડોદરાથી રાજકોટ દોડશે. આ ટ્રેન રાજકોટ-જામનગર અને ટ્રેન નં. 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 21.02 થી 04.03 સુધી રાજકોટથી વડોદરા દોડશે. આ ટ્રેન જામનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ 27.02ના રોજ ઓખાથી 2 કલાક મોડી 16.05 વાગ્યે રવાના થશે. ટ્રેન નં. 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 21.02 અને 28.02ના રોજ ઓખાથી 3 કલાક 30 મિનિટ મોડી એટલે કે 15.45 વાગ્યે ઉપડશે.
ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 20.02થી 03.03 સુધી માર્ગ માં 15 મિનિટ, 19.02ના રોજ સિકંદરાબાદથી ઉપડતી ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગમાં 33 મિનિટ, રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ, 26.02ના રોજ સિકંદરાબાદથી ઉપડતી ટ્રેન નં. 20967 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગમાં 2 કલાક 03 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ, 23.02 ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી રવાના થતી ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગમાં 2 કલાક 08 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ, 24.02ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી રવાના થતી ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 2 કલાક 28 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ, 24.02ના રોજ ગુવાહાટીથી ઉપડતી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 53 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ, 20.02ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 20 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. 26.02 થી 02.03 સુધી 5 દિવસ માટે મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલનો પડધરી સ્ટેશન પર સ્ટોપેજ રદ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *