રસના ચિચોડા અને ગોલાના વ્યવસાય માટે પ્લોટ ભાડે આપવા અરજીઓ મગાઈ

મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે રસના ચીચોડા અને ગોલાના ધંધાર્થીઓને પોતાના ખાલી પ્લોટ ભાડેથી આપવામાં આવે છે. જેના માટે રૂ. 2.50 પૈસા ફુટનું ભાડુ રાખવામાં આવ્યું…

મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે રસના ચીચોડા અને ગોલાના ધંધાર્થીઓને પોતાના ખાલી પ્લોટ ભાડેથી આપવામાં આવે છે. જેના માટે રૂ. 2.50 પૈસા ફુટનું ભાડુ રાખવામાં આવ્યું છે. 1010નો ગાળો રાખવા માટે ધંધાર્થીએ રૂા. 250 ચુકવવાના હોય છે. પરંતુ જેમાં તાજેતરમાં વધારો કર્યો હતો. અને ટેન્ડર પ્રથા શરૂ કરતા તેનેો ભારે વિરોધ થતાં તંત્ર દ્વારા જાહેર હરાજીનો નિર્ણય લેવામાં આવેલ અને હવે ફરી વખત પ્લોટ ધારકો પાસેથી બંધ કવરમાં અરજી મંગાવવામા ંઆવી છે. કુલ 8 સ્થળે મનપા પ્લોટ ભાડેથી આપશે.

મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સ્થળોએ આવેલ ખાલી પ્લોટ ઉપર તા. 1-3થી તા. 15-6 સુધી રસના ચીચોડા અને ગોલાના વ્યવસાય માટે ભાડેથી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે ધંધાર્થીઓ માટેથી અરજીઓ મંગાવવામાં આવીછે.

મહાનગરપાલિકા નાનામવા સર્કલ (એચપીસીએલ) પંપ પાસે, અમીન માર્ગ કોર્નર, જેડ બ્લુની સામેનો પ્લોટ, સાધુવાસવાણી રોડ રાજ પેલેસ સામેનો પ્લોટ, સાધુવાસવાણી રોડ શાકમાર્કેટની સામેનો પ્લોટ, પ્રમુખ સ્વામી ઓડી.ની બાજુનો પ્લોટ, ટીપી નં. 16 (રૈયા) એફપી નં. 42/એ, નંદ હાઈટ્સની બાજુમાં આવેલ પ્લોટ, ટીપી નં. 26 (મવડી), એફ.પી.નં. 4/એ, સુવર્ણભૂમિ કોમ્પલેક્સની બાજુમાં આવેલ પ્લોટ, રાજનગર મેઈન રોડ ધરતી હોન્ડા શોરૂમની સામે આવેલ પ્લોટ સહિતના પ્લોટ ભાડે આપવા માટે બંધ કવરમાં અજી મંગાવવામાં આવી છે. આ કામ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21-2-25 રાખવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *