પ્રભાસપાટણ ખાતે ભગવાન સોમનાથનું મંદિર આવેલું છે. જેને લઈ સવિશેષ તકેદારી રાખવી જરુરી છે. ધાર્મિક તહેવારોની ઉજવણી તેમજ અફવાના કારણે લોકો એકઠા ન થાય તે અત્યંત જરુરી છે. જેથી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહશાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા/સરઘસ વગર પરવાનગીએ કોઈ કાઢે નહી તે માટેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, શ્રી રાજેશ આલ દ્વારા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ સભા કે સરઘસ માટે પ્રતિબંધ મૂકવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ સભા કે સરઘસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ હુકમ ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષણ મંડળીઓને તેમજ સરકારી નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યકિતઓને અને કોઈ લગ્નના વરઘોડાને તેમજ સ્મશાન યાત્રામાં જોડાનાર વ્યક્તિઓને અને સક્ષમ અધિકારીશ્રીની કાયદેસર પરવાનગી મેળવનારને લાગુ પડશે નહી.
આ જાહેરનામાનું પાલન ન કરનાર અથવા તેનુ પાલન ન કરવામાં કોઈને મદદ કરનારને ગુનો સાબિત થયે શિક્ષાને પાત્ર ઠરશે. તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબનો ગુનો સાબિત થયેથી, જે તે વ્યકિતને 6(છ) માસની સાદી કેદ અથવા રૂૂા.2500/- સુધીનો દંડ અથવા બંને શિક્ષા થઈ શકશે અને આ હુકમની અગવણના માનવ જીવનને કોઈ નુકશાન અથવા સ્વાસ્થયને અથવા સલામતીને કોઈ ભય ઉત્પન્ન થાય અથવા કોઈ હુલ્લડ, બખેડો થાય તો તેવી વ્યકિતને 1(એક) વર્ષ પરિશ્રમ અથવા સાદી કેદ અથવા રૂૂ.5000/- સુધીનો દંડ સહીત બંને શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામું તા.09/05/2026થી દિન-30 સુધી અમલમાં રહેશે.
