Connect with us

કચ્છ

કચ્છના રણમાં બાલ્ડ ઇગલ બ્રિગેડના યોદ્ધાઓની કવાયત

Published

on

કચ્છના રણમાં બાલ્ડ ઇગલ બ્રિગેડના યોદ્ધાઓની કવાયતભારતીય સેના તેની વીરતા અને શૌર્ય માટે વિશ્ર્વભરમાં આગવું નામ અને સ્થાન ધરાવે છે. બદલતી જતી ટેકનોલોજી સાથે કદમ મિલાવીને સમયાતરે અલગ-અલગ પરેડ તથા નવા સૈન્ય વાહન અને હથિયારોનું પરીક્ષણ કરવામાં આવે છે. આવી જ પરેડ કચ્છના રણમાં બાલ્ડ ઇગલ બ્રિગેડના યોદ્ધાઓ દ્વારા ચાલી રહી છે મિકેનાઇઝડ ફોર્સીસ અને સ્પેશિયાલિસ્ટ મોબિલિટી વાહન સાથે મિશન ઓરિએન્ટેડ ટ્રેનિગમાં ભારતીય સેનાના જાંબાઝ જવાનો અવનવા કૌવત દર્શાવી રહ્યા છે.

કચ્છ

રણ મહોત્સવની ટેન્ડર પ્રક્રિયામાં વિલંબથી કચ્છના હોટેલ ઉદ્યોગકારોમાં ચિંતાની લાગણી

Published

on

By

ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવા બેઠકમાં વ્યક્ત કરાયો સૂર

કચ્છના ધોરડો ખાતે દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ટેન્ટ સિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતાં રણોત્સવ આયોજન લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. ભુજ ખાતે આજે કચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં રણોત્સવના આયોજન અને ટૂરિઝમ ઉદ્યોગને વિકાસ લગતા જરૂૂરી સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને રણ મહોત્સવના આયોજન સામેના વિઘ્નો દૂર કરવા માંગણી કરાઈ હતી.


કચ્છના ધોરડોના સફેદ રણમાં યોજાતા રણોત્સવે લોકોમાં ભારે આકર્ષણ ઉભું કર્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે. આ વર્ષે રણોત્સવના આયોજન લઈને અસમંજસની સ્થિતિ ઉભી થઈ છે. ટેન્ટસિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે રણોત્સવના આયોજન અંગે મુંઝવણ ઉભી થઈ છે. કચ્છ હોસ્પિટાલિટી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની ગઈકાલે મહત્વની બેઠક મળી હતી. જેમાં રણોત્સવ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.


બેઠકમાં લાગણી વ્યક્ત કરાઈ હતી કે, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અમિતાભ બચ્ચનની સુંદર એડ બનાવીને રાષ્ટ્રીય ફલક પર પ્રસારિત કરવામાં આવી હતી, જેના લીધે કચ્છ સહિત ગુજરાતના પ્રવાસનને ભારે વેગ મળ્યો હતો. પુન: આ જુની એડ ચાલુ કરાવવી તેમજ અન્ય એક નવી એડ કોઈ સેલિબ્રિટી પાસે કરાવીને એને પણ ઈન્ડિયા લેવલે પ્રસારિત કરવામાં આવે અને રણોત્સવ દરમિયાન ગુજરાત ટુરિઝમ દ્વારા દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે, જેથી પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિને માણી શકે.


રણોત્સવ દરમિયાન ટેન્ટસીટીની બહાર આવેલા ગ્રામ હાટ માર્કેટ તેમજ વિવિધ એક્ટિવિટીનો દિવાળીથી પ્રારંભ કરવામાં આવે છે. અગાઉ પાટનગર ભુજ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં કચ્છ કાર્નિવલનું અદભુત આયોજન થતું હતું, જે પુન: ચાલુ કરવા માટે માગ કરી છે. રણોત્સવ દરમિયાન ધોરડો ખાતે ઓછામાં ઓછા પાંચથી છ નવા ઈવેન્ટ અથવા ફેસ્ટીવલ શોનું આયોજન કરવામાં આવે તો પ્રવાસીઓમાં આકર્ષણ ઉભું થઈ શકે તેમ છે.

Continue Reading

કચ્છ

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

Published

on

By

દેણાના કારણે પગલું ભર્યાની સ્યૂસાઇડ નોટ મળી

આંબિવલીમાં કરિયાણાની દુકાન ચલાવવાની સાથે જ ડિસ્ક જોકી (ઉઉં) તરીકે પણ કામ કરતા 48 વર્ષના નરેન્દ્ર વિકમાણીએ દેવું થઈ જવાથી હતાશ થઈને ગળાફાંસો ખાઈને રવિવારે જીવન ટૂંકાવી દીધું હતું. તેમણે મરતાં પહેલાં સુસાઇડ-નોટ લખી હતી અને એમાં લેણદારોને ઉદ્દેશીને લખ્યું હતું કે કરજ મેં લીધું હતું પણ હું એ ચૂકવી શક્યો નથી, પણ તમે મારી પત્ની કે મારા દીકરાને એ માટે હેરાનન કરતા.


મૂળ કચ્છના કોટડા (રોહા)ના કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના નરેન્દ્ર વિકમાણી આંબિવલીમાં પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારની કરિયાણાની દુકાન છે. તેમના એક સંબંધીએ કહ્યું હતું કે કરજ કંઈ બહુ વધારે નહોતું, પણ તેણે ઘરમાં કોઈને કહ્યું જ નહીં અને એકલો-એકલો મૂંઝાતો રહ્યો. તેના પરિવારમાં પત્ની અને 20 વર્ષના દીકરાનો સમાવેશ છે. દીકરો જોબ કરે છે. તેણે સુસાઇડ-નોટમાં લેણદોરોને કહ્યું છે કે મારી પત્ની અને દીકરાને હેરાન ન કરતા.


અન્ય એક સંબંધીએ કહ્યું હતું કે નરેન્દ્રભાઈના પિતા વલ્લભભાઈએ વર્ષો પહેલાં કરિયાણાની દુકાન ચાલુ કરી હતી. તેમને નરેન્દ્ર, જયેશ, ભાવેશ અને મનોજ એમ ચાર દીકરા હતા. જેમ-જેમ દીકરા મોટા થતા ગયા એમ પોતપોતાનો અલગ-અલગ વ્યવસાય કરતા ગયા. નરેન્દ્રભાઈ પિતાની દુકાન પણ ચલાવવાની સાથે ડિસ્ક જોકી પણ હતા. તેમણે એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું હતું અને પછી એ ચલાવવા ટેમ્પો પણ લીધો હતો. થોડા જ વખતમાં તેઓ નરુ કા ઉઉં તરીકે ફેમસ થઈ ગયા હતા.

જોકે આ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ થતું જતું હતું, પણ સામે પેમેન્ટ મોડું આવતું હોવાથી દેવું થતું જતું હતું. તેમણે જો કોઈને કહ્યું હોત તો રસ્તો નીકળી શક્યો હોત, પણ એવું થાય એ પહેલાં જ અંતિમ પગલું લઈ લીધું. રવિવારે સાંજે નીકળેલી તેમની અંતિમયાત્રામાં 50 કરતાં વધુ યુવાનો જોડાયા હતા.

Continue Reading

કચ્છ

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

Published

on

By

રાપર તાલુકાના ગાગોદર ગામે પાણીના ખાડામાં કપડા ધોતી વખતે અને ન્હાતી વખતે સાત બાળકો પાણીમાં ડુબવા લાગ્યા હતો. જે પૈકી સલેમાન ધોનાની દિકરી તથા ઉમરદિન ધોનાના પત્ની એવા સેનાજબેન (ઉ.વ. 24) તથા તેમના કુટુંબિ ભાઈ ફારૂૂક હબીબ ધોના (ઉ.વ. 16)નું મોત થયું હતું. જ્યારે અન્યોને બચાવી લેવાયા હતા.
કાનમેર ગામમાં રહી મજુરી કામ કરનાર પરિવારની મહિલાઓ સાથે આજે બપોરે બાળકો પણ કપડાં ધોવા, ન્હાવા ગયા હતા. ગામમાં પશ્ચિમ બાજુએ આવેલા પાણીના ખાડા પાસે આ પરિવારજનો બપોરે પહોંચ્યા હતા જેમાં બે મહિલાઓ કપડાં ધોઈ રહ્યાં હતા.


જ્યારે બાળકો થોડા આગળના ભાગે ન્હાઈ રહ્યાં હતા. ખાડામાં ન્હાતી વખતે ફારૂૂક આગળ નિકળી જતાં તે ડૂબવા લાગ્યો હતો. તેણે રાડા રાડ કરતાં તેના કુટુંબિ બહેન શેનાજ તેને બચાવવા ગયા હતા અને બંને પાણી ભરેલા ખાડામાં ડૂબવા લાગ્યા હતા. આ જોઈને પરિવારના અન્ય કિશોર, કિશોરીઓ તેમને બચાવવા જતાં સાત બાળકો ડૂબી રહ્યાં હતાં. રાડારાડના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. આ સાત બાળકો પૈકી અમુકને તરતા આવડતા તે નિકળી ગયા હતા અને અન્યોને લોકોએ રસ્સી વડે બહાર ખેંચી લીધા હતા. જ્યારે મહિલા અને તેના કુટુંબિ ભાઈ ફારૂૂક પાણીમાં ગરક થયા હતા. બાદમાં આ બંનેને બહાર કાઢીને સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના તબિબો બંનેને મૃત જાહેર કરાયા હોવાનું ગાગોદરના પી.આઈ. બી. એ. સેંગલએ જણાવ્યું હતું. હર્ષોલ્લાસના ઈદ પર્વના બીજા દિવસે એકીસાથે ભાઈ-બહેનના મોતને પગલે સમગ્ર પંથકમાં ભારે માતમ છવાયો હતો.

Continue Reading
રાષ્ટ્રીય5 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય5 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય5 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય6 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય6 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય6 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત6 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય6 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ6 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય6 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય1 day ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

રાષ્ટ્રીય1 day ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ1 day ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત1 day ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

ગુજરાત1 day ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

રાષ્ટ્રીય1 day ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

રાષ્ટ્રીય1 day ago

આર્થિક અસમાનતા વધી, 10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં વધારો

Trending