2500 કરોડના સાયબર કૌભાંડમાં ચાર્જશીટ બાદ પાંચની જામીન રદ

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી અંતર્ગત 2500 કરોડના સાયબર કૌભાંડમાં સેશન્સ કોર્ટ દ્વારા ચાર્જશીટ બાદ પણ પાંચ આરોપીની જામીન…

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી અંતર્ગત 2500 કરોડના સાયબર કૌભાંડમાં સેશન્સ કોર્ટ દ્વારા ચાર્જશીટ બાદ પણ પાંચ આરોપીની જામીન અરજી પર સુનાવણી આપી અરજી ફગાવવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના સૌથી મોટા સાયબર કૌભાંડમાં ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ગેમિંગ અને “મ્યુલ એકાઉન્ટ’ મારફત નિર્દોષ નાગરિકો પાસેથી રૂૂપિયા મેળવી રૂૂ. 2500 કરોડનુ કૌભાંડ આચરનાર મુખ્ય 10 આરોપી વિરુદ્ધ સરકાર તરફે ફરિયાદી બની પોલીસે ફરિયાદ નોંધી હતી. 10 આરોપી સામે ગુનો નોંધ્યા બાદ પોલીસ તપાસ દરમિયાન અન્ય 12 આરોપી અસરકારક રીતે સંકળાયેલ છે અને તેઓ પણ નાના-મોટા અંશે રૂૂ. 2500 કરોડના કૌભાંડનાં સીધા લાભાર્થી છે. જેથી કુલ 22 આરોપી સામે પોલીસ તપાસ થયા બાદ 10 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાંથી 5 આરોપીએ ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજીઓ દાખલ કરી હતી.

આરોપી તરફે જામીન અરજીના સમર્થનમાં રજૂઆતો કરવામાં આવી હતી કે, સરકારે દાખલ કરેલ આ ફોજદારી કેસમાં આરોપી વિરુદ્ધ બેંકમાંથી પૈસા ઉપાડ્યાં હોવાનું, કોઈ થાપણદારને ડિપોઝિટ કરાવવા જણાવ્યું હોવાનુ, બેંક એકાઉન્ટ ખોલાવવા માટે કોઈને સમજાવટ કે દબાણ કર્યા હોવાનુ તમામ પોલીસ પેપર્સમાં જણાતુ નથી. આ કારણે તમામ આરોપીઓ વિરુદ્ધનો કેસ અને તેઓ સામે રજૂ થયેલ ચાર્જશીટ પાયાવિહીન અને ગેરકાનૂની છે.

નેશનલ પોર્ટલની વિગતો અને સરકારી વકીલની ધારદાર દલીલો જેની સામે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ. કે. વોરોએ રજૂઆત કરતા જણાવ્યું કે, આ કેસમાં નેશનલ પોર્ટલની વિગતો તપાસતા ઘણા બધા બેંક ખાતાઓ અંગે સંખ્યાબંધ ફરિયાદો થયેલ છે. આ વિગતોના આધારે ખાતાધારકોનો સંપર્ક કરતા તેઓને આ ખાતાઓ અંગે કોઈ માહિતી નથી તેમ જણાવ્યું છે અથવા આ બેંક ખાતાઓ ખોલવા માટે તેઓને માસિક રૂૂ.15,000 આપવામાં આવે છે અને તેમના આ ખાતાનો ઉપયોગ આરોપીઓ કરે છે. આ મુજબની વિગતો મળતા ફરિયાદ દાખલ કરતી વખતે 10 આરોપી મળી આવ્યા હતા, જેમની ધરપકડ કર્યા બાદ તેમની રિમાન્ડ દરમિયાન અલગ-અલગ વ્યક્તિઓના આ બેંક ખાતાઓનો તેઓ કેવી રીતે ઉપયોગ કરે છે, તે જણાવ્યું હતું.
કોર્ટે સરકાર પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી જામીન અરજી ફગાવી આ રીતે આરોપીઓએ જણાવેલ વિગતોના આધારે આ કૌભાંડ આચરવામાં બેંક કર્મચારીઓ પણ સામેલ હોવાનુ જણાવ્યું હતુ.

જેમાં બેંક કર્મચારીઓએ પણ અલગ-અલગ વ્યકિતઓના નામે તેમની જાણ બહાર બેંક ખાતાઓ ખોલી આપી તેને ગુરકાનુની ઉપયોગ કરવામાં મદદગારી કરી છે. સાઈબર ફ્રોડ જેવા ગુનાઓમાં કોઈ વ્યકિત સામે સીધો પુરાવો ન હોય શકે. આવા ગુનાઓમાં સરકાર ફક્ત તેટલુ જ બતાવવાનુ હોય છે કે ગુનો આચરવામાં આવ્યો છે. બેંક ખાતાધારકોને આ બેંક ખાતાની જાણ નથી અથવા આ ખાતુ ખોલાવનાર તરીકે અન્ય વ્યકિત છે, તેટલો જ માત્ર મૌખિક પુરાવો આરોપીની જામીન અરજી રદ કરવા માટે આ તબકકે પુરતો છે. સરકાર તરફેની આ રજૂઆતોના અંતે અધિક સેશન્સ જજ પી. જે. કાયસ્થ સાહેબે 22 આરોપીમાંથી 5 આરોપીએ રજૂ કરેલ જામીન અરજી રદ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *