મંગળા રોડ ફાયરિંગ કેસમાં મરઘા ગેંગના સૂત્રધારને આશરો આપનારના જામીન મંજૂર

મંગળા રોડ પર આવેલી પ્રગતિ હોસ્પિટલ નજીક ગત તારીખ 29 10 25 ની મધ્યરાત્રીએ મરઘા અને પેંડા ગેંગ વચ્ચે થયેલા અંધાધુંધી ફાયરિંગમાં પોલીસે બંને પક્ષે…

મંગળા રોડ પર આવેલી પ્રગતિ હોસ્પિટલ નજીક ગત તારીખ 29 10 25 ની મધ્યરાત્રીએ મરઘા અને પેંડા ગેંગ વચ્ચે થયેલા અંધાધુંધી ફાયરિંગમાં પોલીસે બંને પક્ષે સામ સામી ફરિયાદ નોંધી હતી જે ગુનામાં નાસતો ફરતો મુરઘા ગેંગનો લીડર સમીર જુણેજાની ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછમાં મૂળ અમરેલીનો અને હાલ મહેસાણાના કડી જકાતનાકા પાસે રહેતો દિલાવર મહમદ ડાભી નામના શખ્સે આશરો આપ્યાનું ખુલતા પોલીસે તેની ધરપકડ કરી હતી બાદ તપાસ પૂર્ણ થતા દિલાવર મોહમ્મદ ડાભીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
હાલ દિલાવર ડાભીએ જામીન પર મુક્ત થવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી જે અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલમાં આરોપીનો રોલ માત્ર આશરો આપવાનો છે.

ગુનામાં કોઈ ભાગ ભજવેલ નથી આરોપી બનાવ સ્થળે હાજર ન હતો કે ફાયરિંગ કરેલ નથી અને એફઆઇઆર માં દિલાવર ડાભીનું નામ નથી અગાઉના આરોપી સામે અદાલતમાં ચાર્જસીટ ફાઈલ થઈ ગયેલ છે તેમજ જેલમાં ગુનેગારો સાથે સંપર્કમાં આવવાથી તેની કારકિર્દીનું પર જોખમ ઊભું થશે તેમજ કેસ ચાલતા લાંબો સમય લાગે તેમ હોવાની દલીલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઈ અદાલતે દિલાવર ડાભીને શરતોને આધીન જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે. આરોપી તરફે સૌરાષ્ટ્રના જાણીતા એડવોકેટ રોહીતભાઈ ઘીયા, હર્ષ ઘીયા, રીધ્ધીબેન ખંધેડીયા અને મીતલબેન ધોકીયા રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *