પોલીસ દ્વારા મૃતકના વાલી વારસની શોધખોળ
વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે આજરોજ બુધવારે ઓખાથી નાથદ્વારા તરફ જતી ટ્રેન નં. 19575માં મુસાફરી કરતો એક અજાણ્યા 55 વર્ષીય પુરૂૂષ વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેન ઉભી રહેતા ટ્રેન નીચે ઉતરી બાદમાં ટ્રેન શરૂૂ થતા જ કોઇ અગમ્ય કારણોસર અચાનક ટ્રેનના પાટા પર નીચે સુઈ જતા ટ્રેનના વ્હીલ પુરૂૂષના શરીર પર ફરી વળતા તેનું કરૂૂણ મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે….
વાંકાનેર રેલ્વે સ્ટેશન ટ્રેન નંબર 19575 ઓખા-નાથદ્વારામાં એક અજાણ્યો પુરુષ ઉમર 55 ના આશરે ટ્રેનથી કપાઈ ગયા હોઈ મરણ ગયેલ છે, જેની તપાસ કુલદિપસિંહ ઝાલા મો. 9173555538 ચલાવી રહ્યા છે, જે કોઈ મૃતકના વાલી વારસ હોય તેમણે સંપર્ક કરવો બનાવ વાંકાનેર રેલવે સ્ટેશને આજ બપોરના બે વાગ્યે બનેલ છે.
