નાના ભાઈની પત્ની પર દુષ્કર્મ ગુજારનાર જેઠના જામીન મંજુર

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વર્ષ 2011નાં જુન મહિનામાં વતન ઝારખંડ ખાતે અગ્રવાલ પરિવારમાં થયેલા લગ્ન બાદ કામ ધંધા માટે રાજકોટ મુકામે સંયુક્ત પરીવારમાં…

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વર્ષ 2011નાં જુન મહિનામાં વતન ઝારખંડ ખાતે અગ્રવાલ પરિવારમાં થયેલા લગ્ન બાદ કામ ધંધા માટે રાજકોટ મુકામે સંયુક્ત પરીવારમાં વસવાટ દરમિયાન પરિણીતા ઉપર (નાના ભાઈના પત્ની) જેઠ રવિ અગ્રવાલ તેણીને ખરાબ નજરે જોતા હોય અવારનવાર અડપલા કરતા હોય, પરિણીતાનો પુત્ર નવ માસનો હતો.

ત્યારે ડિસેમ્બર 2013માં તેણી તેના પતિ અને પુત્ર સાથે અલગ રહેવા ગયા હતા, ત્યારબાદ પણ રવિ અગ્રવાલ ત્યાં વારંવાર કોઈ ને કોઈ કામના બહાને ધસી જઈને ધમકી આપી અવારનવાર બળજબરીથી પરિણીતા સાથે શારીરિક સંબંધ બાંધી, જો આ વાત કોઈને કરશે તો તેણીને બરબાદ કરી દેશે, જે મતલબની ફરીયાદ પરિણીતા દ્વારા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી રવિ અગ્રવાલ વિરુદ્ધ બળાત્કાર, છેડતી અને ધમકીની કલમો હેઠળ આપવામાં આવી હતી. આથી આરોપી રવિ અગ્રવાલ દ્વારા પોતાના વકીલ મારફત ધરપકડથી બચવા માટે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. જે જામીન અરજી ચાલવા પર આવતા આરોપીના વકીલ દ્વારા હાલની ફરીયાદ ખોટી રીતે, મિલ્કતમાં હિસ્સો મેળવવા તેમજ તેની પાસે પૈસા પડાવવા માટેના બદઈરાદે ઘણા લાંબા સમય બાદ ખોટી ફરીયાદ કરેલ હોવાના મતલબની દલીલો કરી હતી.

જે ધ્યાને લઈ હાઇકોર્ટે આક્ષેપાયેલ સમય એટલે કે 2011 થી 2024 સુધી કયારેય પરિણીતા દ્વારા આવા કહેવાતા બનાવ અંગે કોઈ ફરીયાદ કરવામાં આવેલ ન હોય અને તેની નજીકનાં વ્યક્તિને પણ આવા બનાવ અંગેની કોઈ વાત કરવામાં આવેલ હોય તેવું જણાઇ આવતું ન હોય, આરોપી પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય તેનો અગાઉનો કોઈ ગુન્હાહિત ઈતિહાસ ન હોય તેમ ઠરાવી આરોપી રવિ અગ્રવાલની આગોતરા જામીન અરજી મંજુર કરવામાં આવી હતી.

આ કામમાં હાઇકોર્ટમાં આરોપી વતી એડવોકેટસ તેજસ બારોટ, મોહમ્મદ ઝૈદ સૈયદ, રાજકોટનાં રૂૂપરાજસિંહ પરમાર, અજીતભાઈ પરમાર, હુસૈનભાઈ હેરંજા, રવિભાઈ લાલ, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, જીતભાઈ શાહ, દીપકભાઇ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ, રહિમભાઈ હેરંજા, યુવરાજસિંહ ગોહિલ તથા પ્રેમરાજસિંહ પરમાર રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *