ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપવા તૈયાર: કોંગ્રેસ મોદી દ્વેષથી પીડાઇ હકારાત્મક બની શકતી નથી

આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયા જઈ આવ્યા. મોદીના બે દિવસના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મેલબોર્નના સ્ટેડિયમમાં ’મોદી મોદી’ના નારા લાગ્યા કે મોદીએ ઓસ્ટ્રેલિયન ટી-20 લીગ…

આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયા જઈ આવ્યા. મોદીના બે દિવસના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મેલબોર્નના સ્ટેડિયમમાં ’મોદી મોદી’ના નારા લાગ્યા કે મોદીએ ઓસ્ટ્રેલિયન ટી-20 લીગ બિગ બેશની લીગ મેચો ભારતના ચેન્નાઈમાં રમાડવાની જાહેરાત કરી એવા ફાલતુ મુદ્દાઓને મીડિયામાં બહુ ચગાવાયા પણ મોદીએ દેશના હિતમાં કરેલા અસલી કામની બહુ નોંધ ના લેવાઈ. આ કામ ઓસ્ટ્રેલિયાએ નાગરિક પરમાણુ ઉપયોગ માટે ભારતને યુરેનિયમ વેચવા આપેલી સંમતિ છે.

ઓસ્ટ્રેલિયા ભારતને કેટલું યુરેનિયમ આપશે તેનો ફોડ નથી પડાયો પણ મોદી અને ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ વચ્ચે થયેલા કરાર હેઠળ ઓસ્ટ્રેલિયા ભારતને હવે સતત યુરેનિયમનો જથ્થો આપ્યા કરશે એ સ્પષ્ટ રીતે કહેવાયું છે તેથી ભારતને બહુ મોટી રાહત થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના નિર્ણયથી ભારત માટે પ્રદૂષણ ઘટાડીને વીજ ઉત્પાદન કરવા આડેનો એક બહુ મોટો અવરોધ દૂર થઈ ગયો છે. ભારતે સંખ્યાબંધ પરમાણુ મથકો સ્થાપ્યાં છે અને આ કામ ચાલુ જ છે. હજુય ભારત એક પછી એક પરમાણુ ઊર્જા મથકોની સ્થાપના કરી રહ્યું છે કેમ કે દેશની ઊર્જા જરૂૂરિયાત પણ રોજ રોજ વધતી જાય છે. કોલસા આધારિત વીજમથકોના કારણે પર્યાવરણની ગંભીર સમસ્યાઓ પણ પેદા થઈ રહી છે તેથી ભારતનો પરમાણુ ઊર્જા મથકો સ્થાપ્યા સિવાય છૂટકો નથી. આ મથકોને યુરેનિયમનો અવિરત જથ્થો મળતો રહેવો જોઈએ. વિશ્વમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પાસે જંગી પ્રમાણમાં યુરેનિયમ છે પણ બંને દેશો ભારતને યુરેનિયમ આપવામાં છૂટો હાથ નથી રાખતા.

તેના કારણે આપણે પરમાણુ મથકોની ક્ષમતા જેટલી વીજળી પણ પેદા કરી શક્તા નથી. કમનસીબે ભારતમાં આ નિર્ણયની ખુશી મનાવવાના બદલે દેશના બે મુખ્ય રાજકીય પક્ષો કૂતરાં-બિલાડાંની જેમ લડી રહ્યા છે. મોદી અને અલ્બેનીઝ વચ્ચે થયેલા કરારને પગલે ભાજપે મોદી સરકારની ઐતિહાસિક સિદ્ધિ ગણાવતી ટ્વીટ કરી તેના પગલે કોંગ્રેસને મરચાં લાગી ગયાં છે. કોંગ્રેસનું કહેવું છે કે, ઓક્ટોબર 2008 માં ભારત-અમેરિકા નાગરિક પરમાણુ કરાર પર હસ્તાક્ષર થયા પછી ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન જુલિયા ગિલાર્ડે ડિસેમ્બર 2011માં ભારતને યુરેનિયમ વેચાણની મંજૂરી આપવા માટે લેબર પાર્ટીની મંજૂરી મેળવી લીધી હતી તેથી આ નિર્ણયમાં કશું નવું નથી એટલે ભાજપ જશ ખાટવાનું છોડી દે. હવે મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રા દરમિયાન -મેલબોર્નમાં યોજાયેલા ભારત-ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં થયેલી ?

ચર્ચાના કારણે ઓસ્ટ્રેલિયનોના મનમાં રામ વસ્યા હશે તેથી લાંબા સમયથી લટકેલી સમસ્યાનો નિવેડો લાવીને ભારતને યુરેનિયમ વેચવા ઓસ્ટ્રેલિયા રાજી થઈ ગયું તેથી તેનો જશ મોદી સરકાર ખાટે તેમાં કશું ખોટું નથી. કોંગ્રેસ 2011માં ઓસ્ટ્રેલિયાએ મંજૂરી આપી દીધેલી તેની પિપૂડી વગાડે છે પણ સૈદ્ધાંતિક મંજૂરીને શું કરવાની ? સૈદ્ધાંતિક મંજૂરીથી થોડાં પરમાણુ મથકો ચાલુ થવાનાં છે ? પરમાણુ મથકો ચલાવવા યુરેનિયમ જોઈએ ને કોંગ્રેસની સરકાર યુરેનિયમ આપવા માટે ઓસ્ટ્રેલિયાને રાજી નહોતી કરી શકી એ વાસ્તવિકતા છે. કોંગ્રેસે આ વાસ્તવિકતા સ્વીકારવાની જરૂૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *